સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત તાલુકાના સરતાનપર ગામે 70 સગર્ભા બહેનો ને સુખડી વિતરણ કરવા માં આવી..

સેવા સપ્તાહ કાર્યક્રમ.મોદી સાહેબ નાં 70 માં જન્મદિવસ નિમિત્તે તળાજા તાલુકાના સરતાનપર ગામે 70 સગર્ભા બહેનોને સુખડી વિતરણ નાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન મહિલા મોરચાના મહામંત્રી શોભનાબેન બાંભણિયા દ્વારા કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. ત્યારબાદ 70 સગર્ભા બહેનોને સુખડી વિતરણ કરવામાં આવી હતી, આ કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત તળાજા તાલુકા ના cdpo કાંતાબેન મકવાણા, સુપરવાઇઝર મમતાબેન પંડ્યા,માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ભીમજી ભાઈ પંડ્યા,જીલુ સોલંકી,માણેકબેન ચુડાસમા,ધીરુભાઈ મકવાણા,બાબુભાઈ મકવાણા,વિક્રમ ભાઇ બારૈયા,નાનુભાઈ મકવાણા,શાંતિભાઈ બાંભણિયા,વિક્રમ ભાઈ ડાભી,વિષ્ણુભાઈ જાદવ તેમજ ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.રિપોર્ટર. કિશોર ગોહિલ.ઉંચડી

Translate »
%d bloggers like this: