તળાજા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપતા કલ હમારા યુવા સંગઠન તળાજા ના કાર્યકરો

ગુજરાત ભરમાં તાલુકા અને જિલ્લામાં આપવામાં આવ્યું આવેદનપત્ર
પ્રતિઠિત સામાજિક કાર્યકર્તા વલ્લભભાઈ બારૈયા પોસ્કો ના બનાવમાં અરજદાર સાથે રહી રજુઆત કરતા અલંગ મરિન પોલીસ સ્ટેશના PIS દ્વારા પાસામાં ફીટ કરી દેવાની ધમકી આપતા હોય તેમની સાથે કાયદેસરની કાર્યવાહી કરવા બાબત

જય ભારત સાથે જણાવવાનું કે તા ૩૦ /૭/ ૨૦૨૦ ના રોજ વિજયભાઈ શંભુભાઈ મકવાણા રહે ભારાપરા તાલુકો તળાજા જી ભાવનગર વાળાએ જણાવેલ કે અમોની સગીર બહેન કોમલને વીજય કરશન બારૈયા નામનો યુવાન લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ગઈ તા ૨૮ /૭/ ૨૦૨૦ રોજ ભગાડી લઈ ગયેલ છે જેથી અમારી સાથે અલંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવો જેથી વલ્લભભાઈ બારૈયા તા ૩૦ /૭ /૨૦૨૦ ના તેમની સાથે ગયેલ અને અલંગ મરિન પોલીસ સ્ટેશના અધિકારી પોલીસ ઈન્સ્પેક્ટર ને બનાવ અંગેની રજૂઆત કરતા હતા ત્યારે પી એસ આઈ સાહેબ આરોપી ના કોઈ રાજકીય પ્રેશરથી બચવા એનકેન પ્રકારે ફરિયાદ રજીસ્ટરે ન લેવાના ઇરાદે એવુ જણાવેલ કે તુ કેમ બોલે છો તને ગંભીર ગુનામાં ફીટ કરતા સારી રીતે આવડે છે

છે તું મુંગો બેસ અને અપમાન જનક શબ્દોનું ઉચ્ચારણ કરી અપમાનિત કરેલ ત્યારબાદ તેમને પાસામાં ફીટ કરી દેવો છે તથા ૧૦૭ કરી ૨૪ કલાક લોકઅપમાં પુરી દેવાનો છે અને બે પોલીસવાળાને બોલાવી બેસાડી દેવામાં આવ્યા ત્યારબાદ તેમના મોટરસાયકલ નં જીજે ૪ બીએમ ૩૪૧૧ નાં પુરતા કાગળો હોવા છતાં ધાક બેસાડવા મોટરસાયકલ ડીટેન કરી મેમો આપી દીધેલ પછી તેમની સાથે ગપેલ ફરીયાદી ને પણ ધમકાવી ને કાઢી મૂક્યા અને કહેલ કે તમારે જ્યાં જાવુ હોય ત્યાં જાવ તમારી ફરિયાદ લેવાની નથી મારી પહોચ ઉપર સુધી છે અત્યારે તો તારુ મોટરસાયકલ નો મેમો આપ્યો છે હવે પછી મારા પોલીસ મથકે આવીશ તો પાસા જેવા ગંભીર ગુનામાં ફીટ કરી દેવામાં આવશે

આપ સાહેબ ને અલંગ મરિન પોલીસ સ્ટેશન તા તળાજા જી ભાવનગર ના પોલીસ ઈન્સ્પેક્ટર આવા સગીર વય ના બાળકોનાં ગંભીર ગુનામાં ફરિયાદ ન નોંધવા કે રજીસ્ટરે ન લેવા માટે સામાજિક કાર્યકર ને ધાકધમકી આપી ખોટા ગંભીર ગુનાઓમાં સંડોવી દેવાની ધમકી આપી સત્તા નો દુરુપયોગ કરતા હોય તો આ પોલીસ અધિકારી ઉપર કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી અમારી ઉગ્ર માંગ છે
કલ હમારા યુવા સંગઠન
ઓબીસી હક અધિકાર જાગ્રુતિ અભિયાન

તળાજા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપતા કલ હમારા યુવા સંગઠન તળાજા ના કાર્યકરો
કીશોરભાઈ વાધેલા, નિમેશભાઈ ગોહિલ, સુરેશભાઈ જાલા,ગોરઘનભાઈ શિયાળ, કલાભાઈ જેઠવા, ટીણાભાઈ બાંભણીયા, દાસભાઈ ડાભી, સુખાભાઈ રાઠોડ, રાજુભાઈ મકવાણા, મહેશભાઈ બારૈયા, કીશોરભાઈ ગોહિલ, કાંતિભાઈ ગોહીલ હાજર રહ્યા હતા

Translate »
%d bloggers like this: