ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નગં- ૯૮ સાથે કુલ રૂ.૪૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડતી તળાજા પોલીસ

મ્હે.પોલીસ અધીક્ષક.સા.શ્રી ભાવનગર દ્રારા પ્રોહી /જુગાર ની બદી નેસ્તનાબુદ કરવા માટેની મહુવા ડીવીઝનના નાયબ પોલીસ અધીક્ષક.સા.શ્રી ની સુચના મુજબ તળાજા પોલીસ સ્ટેશનના I/c પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.ગઢવી સા.શ્રી ના માર્ગદર્શન હેઠળ ડી’સ્ટાફના હેડ .કોન્સ. એસ.વી.બોરીચા તથા પો.કોન્સ.ભાવેશભાઇ લાભશંકરભાઇ બારૈયા તથા કપિલભાઇ નીરૂભાઇ તથા દિગ્વિજયસિહ રઘુવીરસિહ એ રીતેના સ્ટાફના માણસો સાથે પ્રોહી.અંગે તળાજા પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન ઇસોરા ગામે,ખોડીયાર માનાં મંદિર પાસે આવતા એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મજકુર જેનું નામ ભુપેન્દ્રસિહ ઉર્ફે ભોપી રમજુભાઇ ગોહીલ પાસેથી બોટલ નંગ-૧મળી આવેલ ત્યાર બાદ પુછપરછ કરતા સથરા વાળા જીતુભાઇ સુખાભાઇ બારૈયા પાસેથી લાવેલ ત્યા તપાસ કરતા તેમના મકાનની બાજુમાં આવેલ ઉકરડા માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો

કુલ નંગ-૯૮/- કી.રૂ.૪૯,૦૦૦/-નાં પ્રોહી.મુદ્દામાલ સાથે મળી આવી પ્રોહી.કલમ-૬૫(ઇ),૧૧૬(બી),૮૧ મુજબનો ગુન્હો રજી.કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગરીમાં તળાજા પોલીસ સ્ટેશનના ડી’સ્ટાફના હેડ .કોન્સ. એસ.વી.બોરીચા તથા પો.કોન્સ.ભાવેશભાઇ લાભશંકરભાઇ બારૈયા તથા કપિલભાઇ નીરૂભાઇ તથા દિગ્વિજયસિહ રઘુવીરસિહ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા

Translate »
%d bloggers like this: