તળાજા તાલુકાના પીથલપુર ગામે આવેલ 66 kv સબ સ્ટેશન માં વીજળી ના ધાંધિયા લોકો એ કચેરી મા હોબાળો મચાવ્યો

તળાજા તાલુકાના – પીથલપુર 66 કેવી માં વીજળીના ના ધાંધિયા


તળાજા તાલુકાના  પીથલપુર ગામે આવેલા 66 કેવી સબસ્ટેશન માં વીજળી આવ જા કરતા પીથલપુર ની જનતા દ્વારા રો શે ભરાતા 66 કેવી માં 100 થી 200 જેટલા લોકો ભેગા થઈ ને તેમના પ્રશ્નો ની માગણી 66 કેવી ના આધિકારી પી.જે. મોદી સાહેબ આને ભાવનગર જિલ્લા સદસ્ય ગૌતમભાઈ ચૌહાણ ને કરવામાં આવી.
પીથલપુર ની જનતાની માંગ કે નાના સિટી જેવા ગામ માં આજુબાજુ ના ઘણા માણસો જેમકે હીરાઉદ્યોગ, દુકાનદાર,દરજીકામ મેડિકલ વગેરે લોકો રોજગારી માટે આવતા હોવાથી તેમને વારંવાર આવા વિજળી ના પ્રશ્નો ઊભા થતા હોવાથી સમગ્ર લોકો એકત્રિત થઈ ને 66 કેવી મા રજુઆત કરવામાં આવી.
નાયબ કાર્યપાલ ઈજનેર શ્રી ને લેટર પેડ પર લેખિત રજુઆત કરવામાં આવી કે

(1) પીથલપુર ને અલગ ફિડર આપવા બાબત

(2) એક કાર્યશીલ હેલ્પર ની માગણી કરવામાં આવી

(3) ગામ પ્રમાણે ઇલેક્ટ્રોનિક ટીમ મુકવા બાબત જેથી જેતે ગામને રીપેરીંગ કરવું હોય તો ગામનો પાવર જ કપાય એક ગામના રિપરરિંગ માટે આખા 66 કેવી બંધ નો કરવુ પડે.


આ સમગ્ર પ્રશ્નો ગ્રામ પંચાયત ના લેટર પેડ પર લેખિત માં નાયબ કાર્યપાલ ઈજનેર શ્રી ને આપવામાં આવ્યું અને તેમના જવાબ માં તેમને વહેલી તકે આ પ્રશ્નોનો હલ કરવામાં આવે તેવી બહેધરી આવામાં આવી

gf

.રિપોર્ટર..કિશોર ગોહિલ. ઉંચડી.તળાજા

Translate »
%d bloggers like this: