તળાજા પો.સ્ટે.માં દોઢ વર્ષથી રાયોટ અને જાહેર મિલ્કતને નુકશાન કરવાના ગુન્હાના તથા પ્રોહીબીશનના ગુન્હાના વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

તળાજા પો.સ્ટે.માં દોઢ વર્ષથી રાયોટ અને જાહેર મિલ્કતને નુકશાન કરવાના ગુન્હાના તથા પ્રોહીબીશનના ગુન્હાના વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

તાજેતરમાં રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ભાવનગર રેન્જના ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબે જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લા પોલીસને આદેશ આપેલ જે અનુંસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે નાસ્તા ફરતા આરોપી ઝડપી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબ તથા એચ.એસ. ત્રિવેદી પો.સ.ઇ.શ્રી ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી.ના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ તથા પો.કોન્સ. બાવકુભાઇ ખીમરાજભાઇ ગઢવીને સયુંકત રીતે મળેલ બાતમી આધારે તળાજા પોલીસ સ્ટેશન પ્રોહીબીશન ગુ.ર.ન. ૧/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫એઇ, વિ. તથા તળાજા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૦૯/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૪૧, ૨૮૫ તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટની કલમ ૩(ર)ઇ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે કડી બલભદ્રસિંહ ગોહિલ ઉવ.૨૯ રહે. ત્રાપજ ગામ તા.તળાજા જી.ભાવનગર વાળાને ભાવનગર નિલમબાગ પો.સ્ટે. ચોકમાં સર ટી હોસ્પિટલ રોડ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબ તથા પો.સબ.ઇન્સ શ્રી.એચ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. બાવકુભાઇ ખીમરાજભાઇ તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા ડ્રા.પો.કોન્સ. મુકેશભાઇ કંડોલીયા જોડાયા હતા.

મેળવો દરેક ન્યુઝ તમારા મોબાઇલ પર બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો

Avatar

Pd Dabhi

Pd Dabhi Ceo:-LIVECRIMENEWS આપની આસપાસ બનતી દરેક ઘટનાને મોકલી આપો અમારા સુધી ફોટા વિગત વિડીયો અમારા ઈમેલ કે વોટ્સએપ પર pddabhitalaja@gmail.com 9714577186

Read Previous

સીઆરપીસી ૧૫૪ શુ છે ?

Read Next

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર લક્ઝરી બસમાં ભીષણ આગ, 56 મુસાફરોનો બચાવ

Translate »
%d bloggers like this: