તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ ધો .૧ થી ૧ રનાં છાત્રોની છ મહિનાની ફી કરી માફ

તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ ધો .૧ થી ૧ રનાં છાત્રોની છ મહિનાની ફી કરી માફ

ભાજપના યુવા નેતા વૈભવી જોશીનો હજારો વાલીઓ માટે આશિર્વાદરૂપનિર્ણય : ભાવનગરનાં શૈક્ષણિક જગતમાં વૈભવનું વૈભવીકાર્ય  વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતનો નિર્ણય તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ દ્વારા ધો . ૧ થી ૧ રનાં વિદ્યાર્થીઓની છ માસિક સંપૂર્ણ ફી માફ

સમગ્ર ભારત દેશમાં હાલ કોરોનાં વાઈરસની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પસાર થઇ રહ્યો છે . સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે જનજીવન અસ્ત વ્યસ્ત છે . તેની સીધી અસર લોકોના આર્થિક વ્યવહાર છે તેની સીધી અસર લોકોના આર્થિક વ્યવહાર ઉપર જોવા મળી રહી છે .

ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે . સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ સરકારના આદેશ અનુસાર સ્કુલ તેમજ કોલેજો બંધ છે.ત્યારે શાળા કોલેજો બંધ હોય અને શૈક્ષણિક ફી ભરવીહાલની પરિસ્થિતિમાં લોકો માટે મુશ્કેલી સમાન છે .

ઓનલાઈન શિક્ષણના માધ્યમથી વિદ્યાર્થીઓ ઘર બેઠા શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે . પરંતુ શાળાઓ બંધ હોય શાળા દ્વારા શૈક્ષણિક ફી માં રાહત અપાય તો વાલીગણ માટે ખુબ આર્થિક ચિંતા દૂર થઇ શકે તેમ છે ત્યારે સમાજ જીવનમાં પ્રેરણારૂપદાખલો અને વિદ્યાર્થીઓ અને વાળ માટે રાહતના અભિગમ સાથે તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ દ્વારા સમગ્ર વિદ્યાર્થીઓની છમાસિક ફિ માફની જાહેરાત કરી સમાજ જીવનને શિક્ષણ એ વ્યવસાય નહિ પણ સેવા છે નો સંદેશ આપ્યો હતો . સમગ્ર વિગતની માહિતી આપતા શાળા સંચાલક વૈભવ જોશી એ જણાવ્યું હતું કે આરાધ્યા વિદ્યા સંકુલ તળાજાના ધો . બાલમંદિર તેમજ ૧ થી ૧૨ આર્ટસ , કોમર્સ ની બધાજ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની છમાસિક ફી શાળા દ્વારા માફીનો નિર્ણય લેવાયો છે . જ્યાં સુધી શાળાઓ બંધ રહેશે ત્યાં સુધી એક પણ પ્રકારની ફી શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં નહિ આવે . હાલ પણ આ શાળા દ્વારા તદ્દન ફ્રી

( વિનામૂલ્ય ) ઓનલાઈન હોમલર્નિગ અભ્યાસ શરું છે , અને વિદ્યાર્થીઓ ઘર બેઠા શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે .

 

શાળા દ્વારા ફી માંફી રાહત સાથે છ માસની અંદાજીત ૧૫ થી ૧૬ લાખ રૂપિયા ફી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને માફ કરી સમાજ જીવનને નવી દિશા અને પ્રેરણા જરૂર પૂરી પાડશે . શાળાના સેવાકીય આ અભિગમને લોકોએ બિરદાવ્યો છે .

અહેવાલ :- પી.ડી ડાભી તળાજા ભાવનગર

 

gf

Translate »
%d bloggers like this: