નર્મદા ડેમ તથા રોટરેક્ટ ક્લબ ઓફ રાજપીપળાનો શપથવિધિ સમારોહ યોજાયો

 રોટરી ક્લબ ઓફ રાજપીપળા નર્મદા ડેમ તથા રોટરેક્ટ ક્લબ ઓફ રાજપીપળાનો શપથવિધિ સમારોહ યોજાયો. 
 રોટરી ક્લબ ઓફ રાજપીપળા નર્મદા ડેમના નવા પ્રમુખ તરીકે તેજસ ગાંધી તથા રોટકેટકના નવા પ્રમુખ તરીકે હિના રાહુલ ડોલી અને તેમની ટીમની શપથવિધિ. 
 રાજપીપળા, તા.27
 રાજપીપળા ખાતે સ્વૈચ્છિક સંસ્થા રોટરી ક્લબ ઓફ રાજપીપલા નર્મદા ડેમ તથા રોટરેકટ ક્લબ ઓફ રાજપીપળાનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં રોટરી ક્લબ ઓફ રાજપીપળા નર્મદા ડેમના નવા પ્રમુખ તરીકે તેજસ ગાંધી તથા નવા પ્રમુખ તરીકે હિના રાહુલ ડોલી અને તેમની ટીમની શપથવિધિ કરાઇ હતી. જેમાં ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે રોટરી ડીસ્ટ્રીક ના ડિસ્ટ્રીક્ટ ગવર્નર અનીષ શાહ તથા ભૂમિકા શાહ હાજર રહી બંને ટીમની શપથવિધિ કરાઇ હતી. સાથે બંને ક્લબના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઇન્સ્ટોલેશન થયું હતું અને આવનારા વર્ષ માટે રાજપીપલા તથા આજુબાજુના વિસ્તારમા સેવાકિય કાર્યો કરવા માટેનો સંકલ્પ લેવાયા હતા. જેમાં રાજપીપળાના વિવિધ સંસ્થાઓના સભ્યો હાજર રહ્યા હતા.
 રિપોર્ટ:  જ્યોતિ  જગતાપ,  રાજપીપળા
Translate »
%d bloggers like this: