અલંગના મરીન પોલીસ મથકના PSI વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ

અલંગના મરીન પોલીસ મથકના PSI વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ

લીંબડી-ચુડા-સાયલાના કલ હમારા યુવા સંગઠને આવેદનપત્ર પાઠવ્યું

લીંબડી-ચુડા-સાયલા તાલુકાના કલ હમારા યુવા સંગઠન ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોએ અલંગના મરીન પોલીસ મથકમાં બનેલી ઘટનાને વખોડી કાઢી સ્ટેશન પીએસઆઈ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ત્રણેય તાલુકાની મામલતદાર કચેરીએ આવેદન આપ્યું હતું.

તળાજા તાલુકાના ભારાપરા ગામની સગીરાને વિજય બારૈયા બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો. સગીરાના ભાઈ અલંગના મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા ગયા હતા. પરંતુ પોલીસે તેમની ફરિયાદ નહીં નોંધતા ત્યાંના સામાજિક કાર્યકર વલ્લભભાઈ બારૈયાને સાથે લઈ સગીરાનો ભાઈ પોલીસ મથકે ગયા હતા. વલ્લભભાઈએ મરીન પોલીસ મથકના પીએસઆઈને ફરિયાદ લેવા દરખાસ્ત કરી. ત્યારે પીએસઆઈએ તું કેમ બોલે છે? તને ગંભીર ગુનામાં ફીટ કરી પાસા હેઠળ ધકેલી દેવો પડશે સહિત ધમકી આપી અપમાનીત કર્યાં. તેમનું બાઈક ડિટેઈન કરી તેમને પોલીસ મથકે બેસાડી દીધાં હતા. ઘટના અંગે ઘેરા પ્રત્યાઘાતો ઝાલાવાડમાં પડ્યા હતા. લીંબડી, ચુડા અને સાયલા તાલુકાના કલ હમારા યુવા સંગઠનના કાર્યકરોએ અલંગના મરીન પોલીસ મથકના પીએસઆઈ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

Translate »
%d bloggers like this: