સુરેન્દ્રનગર એલસીબીએ ૮૦ ફુટ રોડ ઉપર કારખાનાની ઓરડીમાંથી રૂ.૫.૩૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો..

સુરેન્દ્રનગર એલસીબીએ ૮૦ ફુટ રોડ ઉપર કારખાનાની ઓરડીમાંથી રૂ.૫.૩૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો..

સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી/જુગારની બદી સંપુર્ણપણે નેસ્ત નાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવાની પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા એ એલ.સી.બી.ને સૂચના આપી છે, આથી એલસીબી પી.આઈ ડી.એમ.ઢોલની સુચનાથી એલસીબી ટીમે સુરેન્દ્રનગર ટાઉનમાં ખાસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, તે દરમિયાન ચોકકસ બાતમી હકીકત મળેલ કે, સમીર અનવરખાનએ જુના ૮૦ ફુટના રોડ ઉપર ચાઇના ટાઉન કોમ્પલેક્ષની નજીક આવેલ પ્રિતેક્ષ પ્રા.લી. નામના કારખાનાને ભાડેથી રાખી પોતાના ભોગવટાની શટર વાળી ઓરડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડીને રાખતા ઝડપાઇ ગયો હતો,

પોલીસે જુદા જુદા દારૂ વિસ્કી
સહિત ૭ કંપનીઓનો વિદેશી દારૂની કિંમત રૂપિયા ૫ લાખ ૩૪ હજાર ૧૫૦ નો જથ્થો ઝડપી લીધો હતો,જયારે ઈસમ રેઇડ દરમ્યાન હાજર મળી નહીં આવતા તમામ મુદામાલ કબજે કરી, ઈસમ વિરુદ્ધ પ્રોહી ધારા મુજબ સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

Translate »
%d bloggers like this: