સુરેન્દ્રનગર જિલ્લા ના પ્રભારી સચિવ લીંબડી હોસ્પિટલની મુલાકાત લીધી
સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી સચિવ એ લીંબડી કોરોના પોઝીટીવ એરીયા જે કન્ટેન્ટમેન્ટ એરીયા જાહેર કરેલ છે તેની મુલાકાત કરેલ તેમજ કન્ટેન્ટમેન્ટ એરીયા તળાવ મહોલ્લા માં સગર્ભા બેન તેમજ અન્ય બે વ્યક્તિ ને કોરોના પોઝીટીવ આવતા આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરેલ ત્યારે પ્રભારી સચિવ એ જે કોરોના પોઝિટિવ વિસ્તારમાં રહિશો રહે છે ત્યાં સ્થળ પર ની મુલાકાત લીધી હતી અને આરોગ્ય અધિકારીઓ સાથે વાતચીત કરેલ તેમજ વિસ્તારની આરોગ્ય તપાસણી બાબતે પુછપરછ પણ કરી હતી અને આરોગ્ય કર્મચારીઓને પણ રોજેરોજના ચેકઅપ બાબતે પુછપરછ કરી હતી
અને આજે પ્રભારી સચિવ લીંબડી સિવિલ હોસ્પીટલની મુલાકાત કરેલ જેમાં કોવીડ ૧૯ આઇશોલેશન વોર્ડની પણ મુલાકાત કરેલ અને કોરોન્ટાઇન વોર્ડની પણ મુલાકાત કરવામાં આવી હતી તેમજ લીંબડી હોસ્પીટલમાં કેટલો સ્ટાફ છે કેટલા સ્ટાફને કોવીડ ૧૯ ની ડયુટીમાં મુકવામાં આવ્યા છે અને હાલના સમયે લીંબડી હોસ્પીટલની પરીસ્થીતી ઉપર વિચારણા કરી હતી અને લીંબડી હોસ્પીટલના સ્ટાફ સાથે ચર્ચા કરી હતી
તેમજ જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી સચિવ રાકેશ સંતર, સુરેન્દ્રનગર ડી.ડી.ઓ, તેમજ લીંબડી મામલતદાર મહાવીરસિંહ ઝાલા, લીંબડી પી.એસ.આઈ. સંજય વરૂ, લીંબડી ટી.એચ. ઓ. જૈમીન ઠક્કર, લીંબડી બ્લોક ઓફિસર મનોજ ભટ્ટ, તેમજ ડો. ચેતનભાઈ આચાર્ય, ડો. હાર્દિક સોલંકી, તેમજ અલગ અલગ તાલુકાની ટિમો, હોસ્પીટલના સુપ્રીટેન્ડન્સ હાજર રહયા હતા અને કોવીડ ૧૯ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને લીંબડી મામલતદાર તેમજ પી.એસ.આઈ. ખાસ સૂચના આપેલ કે માસ્ક પહેરિયા વગર બહાર નીકળતા લોકો સામે કડક માં કડક પગલાં લેવામાં આવે.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી