સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વિના મૂલ્યે માસ્કનું વિતરણ કરાયુ

સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સુરેન્દ્રનગર

શહેરના વિવિધ વિસ્તારોમાં વિના મૂલ્યે માસ્કનું વિતરણ કરાયુ

સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે ના ફેલાય તે હેતુથી જિલ્લા આરોગ્ય તંત્ર અને શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ લાયન્સ કલબ, ઝાલાવાડ ફેડરેશન અને વેપારી મહામંડળ દ્વારા સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા માટે અંદાજે ૫૦૦૦ જેટલા માસ્કનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

તદ્ઉપરાંત કોરોના સામે કેવી રીતે સાવચેત રહેવું તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને વેપારીઓને ખાસ સુચના આપવામાં આવી હતી કે, બહારથી આવનાર તમામ ગ્રાહકો માસ્ક પહેરીને આવે તથા માસ્ક વિના કોઇ ગ્રાહક ન આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે તેમજ વેપારીઓને દુકાનમાં સેનેટાઇઝનો ઉપયોગ કરવા અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવા જેવી બાબતોથી અવગત કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડા તેમજ આરોગ્યકર્મીઓ અને વેપારીઓ સહિત સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

** ** ** ** ** ** ** ** ** ** **

કોરોના પોઝીટીવ ૪ દર્દીઓને કોઈ લક્ષણો ન જણાતા

સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ

** ** ** ** ** ** ** **-

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની ૩૮ વર્ષીય જીતુભાઇ, ૫૩ વર્ષીય સુરેશભાઈ વાઘેલા, ૨૩ વર્ષીય રાજાભાઈ પ્રજાપતિ અને આરીફ ખલ્યાણીને ગત દિવસોમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

જે અન્વયે મહાત્મા ગાંધી કોવીડ હોસ્પિટલ – સુરેન્દ્રનગર ખાતે તેમની સઘન સારવાર બાદ આ ચાર દર્દીઓને તાવ, શરદી, ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તા. ૨ જુલાઇ- ૨૦૨૦ના રોજ કોવિડ હોસ્પિટલ – સુરેન્દ્રનગરમાંથી રજા આપવામાં આવી છે.

Translate »
%d bloggers like this: