રતનપર , બાયપાસ રોડ ઉપર આવેલ વાડીની ઓરડીમાં ગંજીપાનાનો જુગાર રમતા ચાર ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર

*રતનપર , બાયપાસ રોડ ઉપર આવેલ વાડીની ઓરડીમાં ગંજીપાનાનો જુગાર રમતા ચાર ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર*

*રોકડા રૂા .૨૩,૪૯૦ / – તથા મોબાઇલ નંગ -૪ કી.રૂા .૧૫,૫૦૦ / – તથા મો.સા. નંગ -૩ કી.રૂા .૭૦,૦૦૦ / – તથા ગંજીપાના નંગ -પ૨ કી.રૂ .૦૦ / ૦૦ મળી કુલ રૂ .૧,૦૮,૯૯૦ / – ના મુદામાલ સાથે ઝડપાયા*

મ્હે.પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી / જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરિણામલક્ષી કાર્યવાહી કરવા અંગે શ્રી ડી.એમ.ઢોલ સાહેબ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગરનાઓને સુચના આપેલ , જે અન્વયે શ્રી ડી.એમ.ઢોલ સાહેબની સુચના મુજબ પો.સબ.ઇન્સ.શ્રી વી.આર.જાડેજા સાહેબ તથા એલ.સી.બી. ટીમ દ્વારા ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે કમલેશભાઇ બચુભાઇ વેગડ રહે.રતનપર,નવા સ્વામીનારાયણ મંદીર સામે , કીશન સોસાયટી , શેરી નંબર -૧ તા.વઢવાણ વાળાની રતનપર , બાયપાસ રોડ , ભુમી ટાઉનશીપના છેડે , નાળાની સામે આવેલ પોતાના કબજા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગંજીપાનાના પાના વતી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે અને પોતાના આર્થિક લાભ સારૂ નાળ ઉધરાવે છે . જેથી પોલીસ સ્ટાફ સાથે તાત્કાલીક બાતમીવાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા વાડીની ઓરડીમાં આરોપીઓ ( ૧ ) કમલેશભાઇ બચુભાઇ વેગડ જાતે ત.કોળી ઉવ .૪૧ રહે.રતનપર , નવા સ્વામીનારાયણ મંદીર સામે , કીશન સોસાયટી , શેરી નંબર -૧ તા.વઢવાણ ( ૨ ) નરેશભાઇ જીવાભાઇ જાગાણી જાતે ત.કોળી ઉવ .૩૧ રહે.રતનપર , નારાયણપરા , શેરી નંબર -૬ તા.વઢવાણ ( ૩ ) લાલજીભાઇ પ્રભુભાઇ નાકીયા જાતે ત.કોળી ઉવ .૩૫ રહે.ખેરાળી તા.વઢવાણ ( ૪ ) હરેશભાઇ જાદવભાઇ દુધરેજીયા જાતે ત.કોળી ઉવ .૩૦ રહે.ખેરાળી તા.વઢવાણ વાળાઓને ગંજીપાના વતી પૈસાની હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ .૨૩,૪૯૦ / – તથા મોબાઇલ નંગ -૪ કી.રૂ .૧૫,૫૦૦ / – તથા મો.સા નંગ -૩ કી.રૂા .૭૦,૦૦૦ / – તથા ગંજીપાના નંગ – પર કી.રૂા .૦૦ / ૦૦ મળી કુલ રૂા .૧,૦૮,૯૯૦ / – ના મુદામાલ સાથે પકડી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જોરાવરનગર પો.સ્ટે.માં જુગારધારા હેઠળનો ગુન્હો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ. ઢોલ સાહેબના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ . શ્રી વી.આર. જાડેજા તથા એ.એસ.આઇ. એન.ડી.ચુડાસમા તથા વાજસુરભા લાભુભા ગઢવી તથા પો.હેડ.કોન્સ . જુવાનસિંહ મનુભા તથા અમરકુમાર કનુભા તથા પો.કોન્સ . દીલીપભાઇ ભુપતભાઇ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા અનિરુધ્ધસિંહ અભેસંગભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ એ રીતેની ટીમ દ્રારા સચોટ બાતમી આધારે રેઇડ કરી જુગારધારા હેઠળનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે .

gf
દીપકસિંહ વાઘેલા, લીંબડી.

Translate »
%d bloggers like this: