સાયલાના સેજકપર ગામની સીમમાં ચાલુ કટીંગે રેઇડ કરી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર

વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ -૨૩૪૦ કિ.રૂ .૮,૯૧,૦૦૦ / – તથા મહિન્દ્રા યુટીલીટી પીકપ , સોનાલીકા ડીએલ -૭૪૦ ટ્રેકટર તથા ટ્રોલી મળી કુલ રૂ .૧૭,૪૧,૬૦૦ / -નો મુદામાલ ઝડપાયો*

મ્હે.પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી / જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા શ્રી ડી.એમ.ઢોલ સાહેબ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગર નાઓને સુચના આપેલ હોય ,

જે અન્વયે શ્રી ડી.એમ.ઢોલ સાહેબનાઓએ એલ.સી.બી. ટીમને પ્રોહી / જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલ.સી.બી. ટીમ દ્વારા નાઇટ દરમ્યાન ખાસ પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે , મંગળુભાઇ S / 0 બાવકુભાઇ મોટભાઇ ખવડ તથા અનિરૂધ્ધભાઇ રામકુભાઇ ખવડ તથા જકાભાઇ કથુભાઇ ખવડ રહે.ત્રણેય સેકજપર તા.સાયલા વાળા એમ ત્રણેય સાથે મળી મંગળુભાઇ બાવકુભાઇના મરણજનાર કાકા માણશીભાઇ મોટભાઇ ખવડના સેજકપર – ગંગાનગર સીમમાં આવેલ વાડીના દક્ષિણ ખુણે આવેલ પડતર ખરાબાની જમીનમાં ગે – કા પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો પરપ્રાંતીયા વિદેશી દારૂનો જથ્થો ઉતારી તેના અન્ય સાગરીતો તથા વાહનો મારફતે તે દારૂનો જથ્થો કટીંગ કરવાની પ્રવૃતિ કરે છે

જે ચોકકસ બાતમી આધારે હકિક્ત વાળી
જગ્યાએ પ્રોહી અંગે રેઇડ કરતા મહિન્દ્રા યુટીલીટી બોલેરો પીકપ ગાડી રજી.નં – જીજે – ૧૩ – એડબલ્યુ -૨૦૯૮ કિ.રૂ .૫,૦૦,૦૦૦ / – તથા સદર પીકપમાં ભરેલ વિદેશી દારૂની મેકડોવેલ્સ નં -૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ -૧૧૮૮ કિ.રૂ .૪,૪૫,૫૦૦ / – તથા સોનાલીકા ડીએલ -૭૪૦ મોડલનું ટ્રેકટર રજી.ને – જીજે – ૧૩ – એમ -૧૧૮૪ કિ.રૂ .૩,૦૦,૦૦૦ / – તથા વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રોલી કિ.રૂ .૫૦,૦૦૦ / – તથા તેમાં ભરેલ ( ૧ ) રોયલ સ્ટગ પ્રીમીયર વ્હીસ્કી ૭૫૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ -૫૬૪ કિ.રૂ .૨,૨૫,૦૦૦ / – ( ૨ ) મેકડોવેલ્સ નં -૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ -૫૮૮ કિ.રૂ .૨,૨૦,૫૦૦ / – એમ મળી કુલ રૂ .૧૭,૪૧,૬૦૦ / – નો મુદામાલ રાખી આરોપીઓ રેઇડ દરમ્યાન હાજર મળી નહીં આવી , તથા મહિન્દ્રા યુટીલીટી બોલેરો પીકપ ગાડી રજી.નં જીજે – ૧૩ – એડબલ્યુ -૨૦૯૮ નો ચાલક નાશી જઇ તમામ આરોપીઓએ વિદેશી દારૂની હેરાફેરી – કટીંગ કરી , ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુન્હો કરેલ હોય તમામ મુદામાલ કબજે કરી , આરોપીઓ વિરુદ્ધ પ્રોહી ધારા મુજબ સાયલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે .
gf

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ સાહેબના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ . શ્રી વી.આર.જાડેજા સાહેબ તથા એ.એસ.આઇ , નરેન્દ્રસિંહ દીલાવરસિંહ તથા વાજસુરભા લાલુભા તથા પો.હેડ.કોન્સ . જુવાનસિંહ મનુભા તથા અમરકુમાર કનુભા તથા પો.કોન્સ . જયેન્દ્રસિંહ જેઠીભા તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા ચમનલાલ જશરાજભાઇ તથા તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ એ રીતેની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પ્રોહીબીશનનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે .

દીપકસિંહ વાઘેલા,
સુરેન્દ્રનગર

Translate »
%d bloggers like this: