સાયલા પો.સ્ટે.ના ખુન કેસના પેરોલ જમ્પ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર

સને -૨૦૧૮ માં ખુન કેસમાં સંડોવાયેલ સાયલા તાલુકાના નડાળા ગામનો ઇસમ વચગાળાના જામીન પરથી ફરાર થતા મજકુરને લીંબડી ખાતેથી દબોચી લેવામાં આવ્યો*

મ્હે.પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ જીલ્લામાંથી શરીર સબંધી ગુન્હાઓ કરી નાસતા ફરતા ગુન્હેગારો તથા પેરોલ ફર્લો રજા , વચગાળાના જામીન પરથી જેલમાં હાજર નહી થઇ પેરોલ જમ્પ થયેલ આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા , સારૂ અલગ અલગ ટીમો બનાવી અસરકારક કાર્યવાહી કરવા શ્રી ડી.એમ.ઢોલ સાહેબ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગર નાઓને જરૂરી સુચના માર્ગદર્શન આપેલ ,

જે અન્વયે શ્રી ડી.એમ.ઢોલ સાહેબ નાઓએ એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી , સાયલા પો.સ્ટે . ફસ્ટ ગુ.ર.નં -૧૧૮ / ૨૦૧૮ ઇ.પી.કો કલમ -૩૦ ર વિ.મુજબના ગુન્હામાં સંડોવાયેલ આરોપી પ્રતાપભાઇ જીલુભાઇ ખાચર રહે.નડાળા તા.સાયલા વાળો સને -૨૦૧૮ થી સદર કેસમાં લીંબડી સબ જેલમાં હોય , મજકૂર આરોપી નામ.ગુજરાત હાઇકોર્ટ અમદાવાદથી દિન -૧૦ ની પેરોલ રજામાં છુટી છેલ્લા દોઢેક માસથી જેલમાં હાજર નહીં થઇ વચગાળાના જામીન પરથી ફરાર થયેલ હોય , જેથી મજકૂર આરોપીને તાત્કાલીક શોધી કાઢી જેલ હવાલે કરવા સારૂ કાર્યવાહી કરવા જરૂરી સુચના માર્ગદર્શન આપવામાં આવેલ જે મુજબ એલ.સી.બી. ટીમ દ્વારા મજકુર આરોપીની નડાળા ગામે તથા તેના હાલના મળી આવવાના આશ્રયસ્થાનો એ સધન તપાસ કરવામાં આવેલ તેમજ મજકુર આરોપી બાબતે ખાનગી બાતમીદારોથી ચોકકસ હકીકત મેળવી , આરોપી શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ . તે દરમ્યાન મજકુર આરોપી લીંબડી ટાઉનમાં હોવાની મળેલ ખાનગી હકીકત આધારે મજકુર આરોપીને લીંબડી ખાતેથી શોધી કાઢી , હાલમાં પ્રવૃર્તમાન કોરોના વાયરસ અંગે ગાંધી હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટ કરાવી આજરોજ લીબડી સબ જેલ ખાતે સોપી આપવામાં આવેલ છે .

gf

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગર ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ. ઢોલ સાહેબ તથા એ.એસ.આઇ. વાજસુરભા લાભુભા તથા રૂતૂરાજસિંહ નારસંગભા તથા પો.હેડ.કોન્સ . જુવાનસિંહ મનુભા તથા અમરકુમાર કનુભાઇ તથા પો.કોન્સ . ગોવીંદભાઇ આલાભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ . અનિરૂધ્ધસિંહ અભેસંગભા તથા ભગીરથસિંહ અનિરૂધ્ધસિંહ તથા એ.એચ.ટી.યુ. સ્કોડના ના પો.કોન્સ . અશ્વિનભાઇ ઠારણભાઇ એ રીતેની ટીમ દ્વારા દોઢેક માસથી નાસતા ફરતા પેરોલ જમ્પ આરોપીને પકડી પાડેલ છે .

રિપોર્ટ દીપકસિંહ વાઘેલા, લીંબડી.

Translate »
%d bloggers like this: