એન.યુ.એલ.એમ. શાખા સુરેન્દ્રનગર દ્વારા શહેરી શેરી ફેરીયાઓને સર્ટીફિકેટ ઓફ વેન્ડીંગ વિતરણ કરવામાં આવ્યાં

એન.યુ.એલ.એમ. શાખા સુરેન્દ્રનગર દ્વારા શહેરી શેરી ફેરીયાઓને સર્ટીફિકેટ ઓફ વેન્ડીંગ વિતરણ કરવામાં આવ્યાં

ભારત સરકારશ્રીની દીન દયાળ અંત્યોદય યોજના – નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન યોજના અને ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત સીટી મિશન મેનેજમેન્ટ યુનિટ – સુરેન્દ્રનગર – દુધરેજ નગરપાલિકા વિસ્તારમાં શહેરી શેરી ફેરીયાઓના સહાય ઘટક હેઠળ સરકારશ્રીની જોગવાઈ મુજબની કામગીરી કરવામાં આવે છે.

જે અન્વયે સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા વિસ્તારમાં સરકારશ્રીએ ફાળવેળ એજન્સી દ્વારા અગાઉ શહેરી શેરી ફેરીયાઓનો ઓનલાઈન સર્વે કરવામાં આવેલ હતો અને આ સર્વે બાદ ઓળખ થયેલ કુલ – ૧૩૨૦ શહેરી શેરી ફેરીયાઓને સ્માર્ટ ઓળખકાર્ડ આપવામાં આવેલ હતાં. ત્યારબાદ હાલમાં સરકારશ્રી દ્વારા આ તમામ ઓળખ થયેલ શહેરી શેરી ફેરીયાઓને સર્ટીફિકેટ ઓફ વેન્ડીંગ આપવા જણાવવામાં આવેલ છે. જે અન્વયે સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા પ્રમુખશ્રી વિપિનભાઈ ટોલીયા, ઉપ પ્રમુખશ્રી જિગ્નાબેન પંડ્યા, કરોબારી ચેરમેનશ્રી અશોકસિંહ પરમાર (બકાલાલ),


ચેરમેનશ્રી ધર્મેન્દ્રભાઈ દોશી, ચીફ ઓફિસરશ્રી સંજયભાઈ પંડ્યા, એન્જીનીયરશ્રી કે.જી.હેરમા, ટેકનિકલ એક્સપર્ટશ્રી હિતેશભાઈ રામાનુંજ, ધર્મેન્દ્રસિહ ઝાલા તથા કર્મચારીઓના હસ્તે શહેરી શેરી ફેરીયાઓને સર્ટીફિકેટ ઓફ વેન્ડીંગ આપવામાં આવ્યાં હતાં. તેમજ આ અંગે સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા વિસ્તારના સર્વે થયેલ અને ફેરીયાઓનું ઓળખકાર્ડ ધરાવતા તમામ શહેરી શેરી ફેરીયાઓને સર્ટીફિકેટ ઓફ વેન્ડીંગ એન.યુ.એલ.એમ. શાખા, જુની બિલ્ડીંગ, નગરપાલિકા કચેરીમાંથી મેળવી લેવા જણાવવામાં આવે છે. તેમજ આ સર્ટીફિકેટ ઓફ વેન્ડીંગ લેવા માટે આવો ત્યારે સાથે ફેરીયાના ઓળખકાર્ડની નકલ, આધારકાર્ડની નકલ, પાસપોર્ટ અથવા સ્ટેમ્પ સાઈઝનો ફોટોગ્રાફ સાથે લઈને આવવાનું રહેશે.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

Translate »
%d bloggers like this: