સુરેન્દ્રનગર જિલ્લાની તમામ આઈટીઆઈ અને કેવીકે દ્વારા સંયુકત રીતે કોરોના મહામારીના પ્રતિકારરૂપે પ્રજાકલ્યાણની ઉત્તમ કામગીરી કરી બતાવી.

“સુરેન્દ્રનગર જિલ્લાની તમામ આઈટીઆઈ અને કેવીકેની સંયુક્ત રીતે કામગીરી કરી 1500 માસ્ક અને 1000 સેનિટાઈઝરની બોટલનું વિતરણ કરાયુ. “

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી દરેક આઈટીઆઈ અને કૌશલ્યવર્ધન કેન્દ્રોની બહેનો દ્વારા રામ ભોજનાલય ખાતે સંસદસભ્ય ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરા,ધારાસભ્ય ધનજીભાઈ પટેલ દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકોને તેમજ પોલીસ જવાનોને 1500 કોટન માસ્ક તેમજ 1000 સેનીટાઈઝર બોટલનુ વિતરણ કર્યા હતા.

ધારાસભ્ય ધનજીભાઈ પટેલે વધુમાં જણાવ્યુ કે અમો માસ્ક માટેનુ જેટલુ જોઈએ તેટલુ રો મટિરિયલ પુરૂ પાડીશું અને દર અઠવાડીયે હજારથી વધુ માસ્ક બનાવી નગરજનોને વહેચણી કરવા અનુરોધ કર્યો છે.

આ પ્રસંગે આઈટીઆઈ સંસ્થાના આચાર્ય પી કે શાહ, પી એન જાડેજા, કિરણભાઈ મોરબીયા, શ્વેતાબેન રાવલ, ફાલ્ગુનીબેન ધંધુકીયા, મુકેશભાઈ જોગરાણા, દિપકભાઈ રાઠોડ વિગેરે આઈટીઆઈ સ્ટાફ હાજર રહ્યા હતા

Translate »
%d bloggers like this: