આયુષ્માન ભારત પખવાડીયા” ઉજવણી નિમિતે સુરેન્દ્રનગરમાં જિલ્લા / તાલુકા કક્ષાએ

સમાચાર સંખ્‍યા : ૪૦૩

આયુષ્માન ભારત પખવાડીયા” ઉજવણી નિમિતે સુરેન્દ્રનગરમાં જિલ્લા / તાલુકા કક્ષાએ

નિઃશૂલ્ક બિન – ચેપી રોગોની તપાસસંભાળ અને માર્ગદર્શન કેમ્પ યોજાશે.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

 

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર :-

 

 

મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ, સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આયુષ્માન ભારત – ” પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” હેઠળ ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારો માટે નિયત માપદંડો ધરાવતાં સામાજિક, આર્થિક અને જાતિ આધારીત સર્વેક્ષણ ર૦૧૧ ની યાદીમાં સમાવિષ્ટ પરિવારોને કુંટુબ દિઠ વાર્ષિક રૂા.પ (પાંચ) લાખ સુધીનુ આરોગ્ય કવચ પુરુ પાડવા માટે  તા.ર૩/૯/ર૦૧૮ થી અમલીકરણ થયેલ છે. આ યોજનાને આગામી તા.ર૩/૯/૧૯ ના રોજ એક વર્ષ  પૂર્ણ થવાનુ છે.  ગુજરાત સરકારશ્રી ધ્વારા તા.૦૧/૦૩/૧૯ થી ”મુખ્યમંત્રી અમૃતમ’ અને ”મા વાત્સલ્ય” યોજનાના તમામ લાભાર્થી પરિવારોને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપવાની શરૂઆત કરેલ છે. ભારત સરકારે સમગ્ર દેશમાં તા.૧પ/૦૯/૧૯ થી તા.૦ર/૧૦/૧૯ સુધી આયુષ્માન ભારત પખવાડીયા તરીકે ઉજવવાનુ નકકી કરેલ છે. આ પખવાડિયુ ઉજવવાનુ મુખ્ય ઉદેશ યોજનામા આપવામાં આવતાં લાભોના પ્રચાર – પ્રસાર ધ્વારા જન જાગૃતિ ફેલાવવા સાથે લાભાર્થીઓને સંપૂર્ણ માહિતી મળી રહે અને વધુમાં વધુ યોજનાનો લાભ લઈ શકે તે રહેલો છે.

આજના સમાજમાં આધુનિક, ઝડપી, નાદુરસ્ત જીવન શૈલી, પ્રતિકુળ સામાજીક અને ભૌતિક વાતાવરણ,  વધતી જતી વયોવૃધ્ધ વસ્તી, આધુનિક ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ, અસમતોલ આહાર, વધુ પડતા મીઠાના, ખાંડ, ચરબી વાળા ખોરાકનો ઉપયોગ, ફાસ્ટ ફુડ, જંકફુડ, શારિરીક શ્રમનો અભાવ, વધુ પડતા તમાકુ – દારૂનુ સેવન, માનસિક તણાવનુ પ્રમાણ ઉતરોતર વધવાના કારણસર તથા લોકોમાં જીવન શૈલી આધારીત થતા બિનચેપી રોગોની જાગૃતતના અભાવે ભારતમા આશરે ૬૦ % લોકો બિનચેપી રોગોના કારણસર મૃત્યુ પામે છે જેના મુખ્ય કારણો હદય રોગ, લકવા, હાઈ બ્લડ પ્રેસર – ૪પ%, ફેફસા અને શ્વશન તંત્રના રોગો – રર%, કેન્સર – ૧ર%, ડાયાબિટીસ – ૦૩ % થી થાય છે. બિનચેપી રોગો લોકોના જીવનના લાંબા વર્ષો સુધી અસર કરે છે અને અકાળે મૃત્યુ માટેનુ કારણ બને છે.આવા રોગનાં લક્ષણો શરૂઆતના તબકકામાં જોવા મળતા નથી તેમજ  તેની સારવાર ખુબ લાંબો સમય સુધી અને આજીવન સુધી લેવી પડે છે.

ઉપરોકત ઉજવણીના ભાગરૂપે નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ  કેન્સર, ડાયાબિટીસ, સી.વી.ડી. એન્ડ સ્ટ્રોક (NPCDCS) અંતર્ગત જીવનશૈલી આધારિત થતાં બિન ચેપી રોગો જેવા કે, ડાયાબિટીસ, હ્રદયરોગ, લોહીનું ઉંચુ દબાણ(બી.પી.), મગજનો લકવા, મેદસ્વિતા, શ્વસન તંત્રના રોગો, માનસિક રોગો, મોંઢા, સ્તનના, ગર્ભાશયનાં શંકાસ્પદ કેન્સર જેવા રોગોના અટકાવ, નિયંત્રણ, નિવારણ, જોખમી પરીબળોના મુલ્યાંકનના ”ઓપુચ્યુનિસ્ટીક સ્ક્રીનિંગ” માટે જિલ્લા એન.સી.ડી.સેલ, સુરેન્દ્રનગર આયોજિત અને તાલુકાનાં સી.એચ.સી. એન.સી.ડી. કલીનીક અને આયુષ NPCDCS કલીનીકના સંયુકત ઉપક્રમે તા.ર૦/૦૯/ર૦૧૯ (શુક્રવાર) નાં રોજ સવારે ૧૦:૦૦ થી ૦રઃ૦૦ કલાક સુધી (૧) સમાજ સુરક્ષ ખાતુ, બહુમાળી ભવન, સુરેન્દ્રનગર (ર) મામલતદાર કચેરી, સાયલા (૩) એસ.ટી ડેપો,લીંબડી (૪) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટીકર તા.મુળી (પ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોજીદડ, તા.ચુડા (૬) હોમ ગાર્ડ યુનિટ, ધ્રાંગધ્રા (૭)  પ્રાથમિક શાળા, સારસણા, તા.થાનગઢ (૮) સબ સેન્ટર સાકળ, તા.લખતર (૯) સતગુરૂ મહિલા વિકાસ ટ્રસ્ટ, વઢવાણ (૧૦) નગરપાલિકા, પાટડી   (૧૧) પ્રાથમિક શાળા, નાવા, તા.ચોટીલા તાલુકા કક્ષા ખાતે નિઃશૂલ્ક બિન – ચેપી રોગોની તપાસ, સંભાળ અને માર્ગદર્શન કેમ્પ યોજાશે.

ઉપરોકત જીવનશૈલી આધારીત થતા બિન ચેપી રોગોનાં લક્ષણો ધરાવતાં લોકો માટે આ નિદાન કેમ્પમાં નિષ્ણાંત મેડિકલ ઓફીસર, ડેન્ટીસ્ટ, રીસર્ચ એશોસીએટ, યોગા ઈન્સ્ટ્રકટર, કાઉન્સીલર, સ્ટાફ નર્સ, ઓડીયોલોજિસ્ટ તથા મેડીકલ ટીમ ધ્વારા પરામર્શ અને જરૂરી પરીક્ષણ જેવા કે, ડાયાબીટીસ માટે લોહી અને પેશાબ ની તપાસ, બ્લડ પ્રેસર તપાસ, બી.એમ.આઈ. તપાસ, શંકાસ્પદ મોંઢાના, સ્તનનાં  અને ગર્ભાશયનાં મુખની કેન્સરની  પ્રાથમિક અવસ્થાની તપાસની સાથે કેમ્પ સ્થળ ઉપર યોગ ક્રિયાઓ, વિવિધ યોગ આશનો કરવા સાથે સંભાળ માટે માર્ગદર્શન આપવામાં આવશે. જરૂરીયાત મંદ લાભાર્થીઓને વિના મુલ્યે દવાઓ આપવામાં આવશે. આ નિદાન કેમ્પમાં અવશ્ય તપાસ કરાવવા અને લાભ લેવા જાહેર જનતાને જણાવવામાં આવે છે.

 

સમાચાર સંખ્‍યા : ૪૦૪ 

તા.૨૧ મી એ જિલ્‍લા નાગરીક પુરવઠા અને

ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે

 

 

 

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર :-

 

સુરેન્‍દ્રનગર જિલ્‍લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક આગામી તા.૨૧ મી સપ્ટેમ્બર—૨૦૧૯ને શનિવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે જિલ્‍લા કલેકટરશ્રી કે.રાજેશના અધ્‍યક્ષપણા હેઠળ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. જેની દરેક સભ્‍યશ્રીઓએ નોંધ લઇ આ બેઠકમાં ઉપસ્‍થિત રહેવા સુરેન્‍દ્રનગર જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રી તરફથી જણાવાયું છે.

‘‘આલ/બલોલિયા‘‘

 

  1. DIRECTOR OF INFORMATION,

INFORMATION OFFICE,

SURENDRANAGAR

  1. (02752) 282253 / 285650

FAX : (02752) 285550

Translate »
%d bloggers like this: