*દુર્ઘટના / સ્પાઇસ જેટની ભોપાલ-સુરત ફ્લાઇટ રનવે પરથી સ્લિપ થઈ, મુસાફરોની ચીસાચીસ*

*વરસાદને પગલે રનવે ભીનો હોવાથી પાયલોટે બ્રેક મારતાં ફ્લાઇટના ટાયર સ્લીપ*
*રનવેને બંધ કરી દેતાં ત્રણથી વધુ ફ્લાઇટોને ડાયવર્ટ*
*47 મુસાફરોનો અદભુત બચાવ*

સુરત: ધોધમાર વરસાદને કારણે સ્પાઇસ જેટની ભોપાલ સુરતની ફ્લાઇટ સુરત કસ્ટમ એરપોર્ટના રનવે પરથી સ્લીપ થઈને સીધી જ રનવે એન્ડ સેફ્ટી એરિયામાં જ ઊતરી ગઈ હતી. જેને કારણે ફ્લાઇટમાં બેઠેલા 47 મુસાફરો, બે પાયલોટ અને ચાર ક્રૂ મેમ્બરના જીવ ટાળવે ચોંટી ગયા હતા. મુસાફરો ચીસાચીસ કરી હતી. ઘટનાને પગલે રનવેને બંધ કરી દેતાં ત્રણથી વધુ ફ્લાઇટોને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. એરપોર્ટ સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્પાઇસ જેટની ફ્લાઇટ નંબર એસજી-3722 ભોપાલ એરપોર્ટથી રવિવારે સાંજે 6:55 કલાકે ટેકઓફ થઈને સુરત કસ્ટમ એરપોર્ટ પર 8:55 કલાકે લેન્ડ કરી રહી હતી. પણ સુરતમાં ધોધમાર વરસાદને પગલા પાયલોટે ફ્લાઇટને રનવેની વચ્ચે જ લેન્ડ કરી દીધી હતી.

મુસાફરોએ ફ્લાઈટમાં ચીસો પાડી: લેન્ડિંગ સમયે ફ્લાઇટ સ્પીડમાં હોય અને વરસાદને પગલે રનવે ભીનો હોવાથી પાયલોટે બ્રેક મારતાં ફ્લાઇટના ટાયર સ્લીપ થતાં થતા સીધા જ રનવે એન્ડ સેફ્ટી એરિયામાં જતાં રહ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની તો થઈ નથી, પણ *મુસાફરોએ ફ્લાઇટમાં ચીસા ચીસ કરી નાંખી હતી.*

હાલ ફ્લાઇટને બહાર કઢાય હોવાથી રનવે બંધ રખાયો: સ્પાઇસ જેટની ભોપાલ-સુરતની ફ્લાઇટ રનવે પરથી સ્લીપ થઈ રેરામાં જતી રહી હતી. હાલ એરપોર્ટ પર ફ્લાઇટનું ઓ પરશેન શક્ય ના હોવાથી બંધ કરાયો છે. ફ્લાઇટને રેરામાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. એકેય મુસાફરો ને કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી- એસ. કે. પાણિગ્રાહી, ડિરેક્ટર, સુરત કસ્ટમ એરપોર્ટ

Translate »
%d bloggers like this: