સુરત : હીરા ઉદ્યોગ ફરી શરૂ કરવા આરોગ્ય મંત્રી કુમાર કાનાણી એ કરી મોટી જાહેરાત, જાણો સમગ્ર વિગત લાઈવ ક્રાઈમ ન્યુઝ માં

  • સુરતમાં કોરોના નું સંક્રમણ વધતા વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા હીરાના કારખાના તથા મહિધરપુરા અને મીની બજાર સહિતની હીરાની બજાર બંધ કરી દેવામાં આવી હતી, ત્યારે હવે આરોગ્ય મંત્રી કુમાર કાનાણી હીરા ઉદ્યોગ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે
    શહેરમાં હીરાઉદ્યોગ ફરીથી શરૂ થાય તે માટે આરોગ્ય મંત્રી કુમાર કાનાણી એ હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને ડાયમંડ એસોસિયેશન સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી એ જાહેરાત કરતા જણાવ્યું કે આગામી ૧૦ જુલાઈથી હીરા બજાર અને આગામી ૧૪ જુલાઇથી હીરાના કારખાના ફરીથી શરૂ કરવામાં આવશે
    તેમણે જણાવ્યું કે ઉદ્યોગકારો અને કારીગરોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સમક્ષ ઉદ્યોગ શરૂ કરવા માંગ કરી હતી. જેથી મુખ્યમંત્રીની સૂચનાથી ૧૦ જુલાઈથી હીરા બજાર અને 14 જુલાઈ હીરાના કારખાના શરૂ કરવા આવશે બજાર અને હીરાના કારખાનામાં સરકારની guidelines નુ કડક પાલન કરવામાં આવશે નિયમો આગામી ૨૪ કલાકમાં જાહેર કરવામાં આવશે.
    નોંધનીય છે કે સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ નો આંક ૬૪૯૬ પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 249 થઈ ગયો છે.
  • રિપોર્ટર : જીતુ એન રાઠોડ
  • gf
Translate »
%d bloggers like this: