*સુરતમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી 48 કલાક અતિભારે વરસાદની આગાહી*

*સુરતમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી 48 કલાક અતિભારે વરસાદની આગાહી

સુરત: સમગ્ર ગુજરાતમાં શ્રાવણ મહિનામાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે. આજે સુરતમાં સવાર-સવારમાં જ ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસતા શહેર આખુંય પાણી-પાણી થઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. સુરતમાં વરસાદ અને ખરાબ હવામાનને કારણે કેટલીક ફ્લાઈટ્સને પણ રદ્દ અથવા ડાઈવર્ટ કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ વિતેલા 24 કલાકમાં મૂશળધાર વરસાદ થયો છે. સમગ્ર જિલ્લામાં સરેરાશ 4.88 ઈંચ વરસાદ થયો છે, જ્યારે પારડીમાં 6.4 ઈંચ પણી પડ્યું છે. કપરડામાં 10 ઈંચથી વધુ વરસાદ વરસી જતાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. મધુબન ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી ગાંડીતૂર બની છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી તેમજ વડોદરા, ભરુચ અને નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ ગીર સોમનાથ, જામનગર, અમરેલી, રાજકોટ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
__________

Translate »
%d bloggers like this: