મંત્રીના પુત્રને પરચો બતાવનાર મહિલા કોન્સ્ટેબલે રાજીનામુ આપી કહ્યું “નથી કરવી આવી નોકરી

મંત્રીના પુત્રને પરચો બતાવનાર મહિલા કોન્સ્ટેબલે રાજીનામુ આપી કહ્યું “નથી કરવી આવી નોકરી

હાલ ગુજરાત સહીત દેશભરમાં રાત્રીના સમય દરમિયાન કર્ફ્યુ લાગુ કરાયો છે ત્યારે લોકો પોલીસ સાથે રકઝક પણ કરતા હોય છે. આવો જ એક બનાવ ગઈકાલે રાત્રે સુરતમાં બન્યો છે. પોલીસ સાથે રકઝકનો એક ઓડિયો વાયરલ થયો છે જેમાં મહિલા કોસ્ટેબલ સુનિતા યાદવ હોવાનું સામે આવ્યું છે. મહિલા કોન્સ્ટેબલે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર ફરતા પાંચ લોકોને અટકાવ્યા હતા. મંત્રી કુમાર કાનાણી નો પુત્ર પર આવી પહોંચતા કોન્સ્ટેબલ સાથે માથાકૂટ થઇ હતી. આ ઓડિયો ક્લિપ ખુબ જ વાયરલ થઇ રહી છે જેમાં મહિલા કોન્સ્ટેબલ મંત્રીના પુત્રને પોલીસનો પરચો પણ બતાવે છે. મોડી રાત્રે કોન્સ્ટેબલ સુનિતાએ રાજીનામું આપી જણાવ્યું હતું કે, નોકરી નથી કરવી.

ઓડિયોમાં સંભળાય છે તે મુજબ સુનીતા યાદવ કહે છે કે, પોલીસની વર્દીમાં બહુ પાવર છે. વડાપ્રધાનને પણ ઉભા રાખવાની તેવડ છે મારામાં. જે તેવડ હોય તે લગાવી દેજો, ડીજી પાસે નહીં વડાપ્રધાન પાસે પહોંચવાની તેવડ છે મારી. મને અહીં 365 દિવસ ઉભી રાખશે એવું તને કહેવાની સત્તા કોણે આપી.મંત્રીનો દીકરો છે તો શું થયું.શું હું તારા બાપની નોકકર છું? મહિલા કોન્સ્ટેબલે પીઆઇને પણ ફોન કર્યો અને ઘટના અંગે જણાવ્યું હતુ. જો કે ઉચ્ચ અધિકારીએ તો કોન્સ્ટેબલ સામે જ પગલાં લેવાનું કહ્યું હતું.કોન્સ્ટેબલ સુનિતા યાદવે જણાવ્યું કે અમને ધમકી આપવામાં આવી તો સાંભળી લેવાનું. મોડી રાત્રે સુનિતાએ રાજીનામું આપીને જણાવ્યું હતું કે,આવી નોકરી નથી કરવી.
gf

Translate »
%d bloggers like this: