સુરત થી માત્ર ૧૪ દિવસ માં ૩.૧૭ લાખ લોકો વિવિધ જિલ્લા માં વતન ભેગા થયાં

*તા. ૨૦-૦૫-૨૦૨૦ બુધવાર*
સુરત શહેર માં વસતા સૌાષ્ટ્રવાસીઓ સહીત અન્ય જિલ્લા ના વતનીઓને વતન જાવા ની છૂટ મળતા જ છેલા ૧૪ દીવસ માં રાજ્યના ૨૭ જિલ્લા ઓમાં ૧૦૧૭૬ બસો માં ૩.૧૭ લાખ લોકો ની સુરત થી વતન વાપસી થય છે. જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લા માં ૧.૧૮ વતનીઓ પોહચ્યાં છે.

લોક ડાઉન ના ત્રીજા તબક્કામાં મા સુરત મા વસતા અન્ય રાજ્યો ના પરપ્રાંતિયો ને વતન મોકલવાની શરૂઆત કરતા સૌાષ્ટ્રવાસીઓ ની ધીરજ પણ ખૂટી ગઈ હતી. કેમ કે એમને પણ વતન જવું હતું આ માટે રાજ્ય સરકાર ના આદેશ થી પહેલા લકજરી બસ મા જ જાવા ની છૂટ આપી હતી ત્યારબાદ સરકારી એસ.ટી બસ મા જાવા ની મંજુરી મળતા સુરત શહેર માંથી બસો ના ધાડેધાડા સૌારાષ્ટ્ર અને ગુજરાત ના અન્ય જિલ્લા તરફ દોડ્યા હતા.

 

સુરત જિલ્લા ના કલેકટર ઓફિસ દ્વારા ૬ મે થી ૧૯ મે સુધી પરમીટ ઇસ્યુ કરાઇ હતી. ત્યારબાદ જિલ્લા ઓમા જાવા ની છૂટ મળી ગઈ છે.આ ૬ મે થી ૧૯ મે સુધી ના. ૧૪ દિવસ દરમિયાન સુરત શહેર માંથી કુલ ૧૦૧૭૬ લગજરી અને એસ. ટી બસ રાજ્ય ના અલગ અલગ ૨૭ જિલ્લા મા રવાના થઇ હતી.આ બસો મા કુલ ૩.૧૭ લાખ લોકો સુરત થી વતન પોહચયા હતાં.એમાં સોથી વધુ અમરેલી જિલ્લા માંથી ૧.૧૮ લાખ છે.ત્યાર બાદ ભાવનગર ના ૮૯૩૬૮, જૂનાગઢ ના ૨૨૬૩૨ લોકો નો સમાવેશ થાય છે.
*જિલ્લા બસો ની સંખ્યા પેસેન્જર ની સંખ્યા*
*અમરેલી* બસ.૩૮૪૧ પેસેન્જર.૧,૧૮,૮૩૬
*ભાવનગર* બસ. ૨૮૭૬ પેસેન્જર.૮૯,૩૬૮
*જૂનાગઢ* બસ.૭૧૮ પેસેન્જર.૨૨૬૩૨
*ગીર* બસ.૭૦૧ પેસેન્જર.૨૨૧૨૭
*બોટાદ* બસ.૪૬૪. પેસેનજર.૧૪,૪૪૮
*રાજકોટ* બસ.૪૧૬, પેસેન્જર.૧૩,૫૧૭
*જામનગર* બસ.૨૩૨, પેસેન્જર.૭૧૪૫
*મહેસાણા* બસ.૧૭૨ પેસેન્જર.૫૨૦૭
*દાહોદ* બસ.૧૪૮ પેસેન્જર ૫૧૦૩
*પાટણ* બસ. ૧૧૪ પેસેન્જર ૩૧૧૦
*સુરેન્દ્રનગર* બસ. ૫૬ પેસેન્જર. ૧૬૪૨
*કચ્છ* બસ. ૨૫ પેસેન્જર ૮૦૧

 

* રિપોર્ટર. જીતુ એન રાઠોડ*

Translate »
%d bloggers like this: