સુરત ના પાંડેસરા વિસ્તાર ના વડોદ ગામ માં નાના ભૂલકાં ઓ ને હેપ્પી કીટ નું વિતરણ
દેશ માં જ્યારે લોક ડાઉન ચાલી રહ્યું છે ત્યારે શ્રમિકો અને મજૂર વર્ગ ના લોકો ની ધીરજ ખૂટી રહી છે. શહેર માં અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી મદદરૂપ થાય છે એવા મા શક્તિ ગ્રૂપ ફાઇટર દ્વારા ગરીબો ને 2 ટાઈમ જમવાનું , કોઈ ને જરૂરિયાત હોય તો અનાજ ની કીટ પણ વિતરણ કરવા માં આવે છે. શક્તિ ગ્રૂપ ફાઇટર ના પ્રમુખ રવિ ખરાદી ફૂડ પેકેટ નું વિતરણ કરી રહ્યા હતા ત્યારે રવિ ખરાદી નાના ભૂલકા હોય ને જોઈ ને તેમનું હ્રદય હચમચી ઊઠયું ત્યારે તેમના દીકરા રિયાંશ એ તેમને પિગી બેંક લાવી ને આપી અને કહ્યું કે મારી સેવિગ્સ માંથી નાના ભૂલકા ને વેફર ને ચોકલેટ આપવી છે ત્યારે રવિ ખરાદી એ નક્કી કર્યું કે નાના ભૂલકાં ઓ ને કીટ આપવી.
રિયાંશ ની પિગી બેન્કની સેવિગ્સમાથી વડોદગામમા રહેતા નાના બાળકો માટે 800-1000 હેપ્પીકીટનુ વિતરણ કરવામા આવ્યુ.આ હેપ્પીકીટમા ચોકલેટ,બિસ્કીટ,
કેક,વેફર્સ અને આઈસક્રીમ કોનનો સમાવેશ કરવામા આવ્યો હતો.આ હેપ્પીકીટનુ વિતરણ કરવાનો હેતુ બાળકોને આવા સંજોગોમાં ખુશી આપવાનો હતો.