સુરતના પાંડેસરાના એક કારખાનામાં કરંટ લાગતા કામદારનું મોત નિપજ્યું હતું.

સુરતમાં વીજ કરંટ લાગતા વિદ્યાર્થીનીના મોત થયાની ઘટના હજી તાજી જ છે, ત્યાં બીજી ઘટના સામે આવી છે.

સુરતના પાંડેસરાના એક કારખાનામાં કરંટ લાગતા કામદારનું મોત નિપજ્યું હતું.

જેને પગલે કારખાનામાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનામાં પોલીસ અને લોકો સામસામે આવી જતા પોલીસે ટોળાને વિખેરવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.
સુરતના પાંડેસરાના બમરોલી વિસ્તારમાં ઓરિસ્સાના 40 વર્ષના એક કામદારનું કરંટ લાગતા મોત નિપજ્યું હતું. હરિઓમ ઈન્ડસ્ટ્રીઝમાં લૂમના કારખાનામાં કામ કરતા કામદારનું મોત થતા અન્ય કારીગરોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કારીગરોએ કારખાનામાં હોબાળો મચાવ્યો હતો. તેમજ મૃતકના પરિવારજનોને સહાય માટે વાત કરી હતી. આ ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. પરંતુ ગિન્નાયેલા કારીગરોએ મૃતદેહને લેવા આવેલી શબવાહિનીને કારખાનામાં પ્રવેશવા દીધી ન હતી. અને બાદમાં શબવાહિની પર હુમલો કર્યો હતો. તેઓએ શબવાહિનીમાં તોડફોડ કરી હતી. બાદમાં કારીગરોના ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. જેને પગલે પોલીસ અને કારીગરો સામસામે આવી ગયા હતા.

Translate »
%d bloggers like this: