સુરત લાજપોર મધ્યસ્થ જેલ માંથી પેરોલ જમ્પ કરેલ ખુનના કેસનો નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી ઉમરાળા પોલીસ

ઉમરાળા પોલીસ સબ ઇન્સ. જે.એચ.સિસોદિયા તથા ઉમરાળા પોલીસ સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર છુટેલ અને હાજર નહી થયેલ આરોપીને પકડી પાડવા માટે સખ્ત સુચના આપેલ.

સુરત શહેર કતારગામ પો.સ્ટે. ફ. ગુના ર.જી.નં.૧૦૮/૨૦૧૯ ઇ.પી. કો કલમ ૩૦૨ વિ.ના કામનો આરોપી ચેતનભાઇ મથુરભાઇ જાદવ ઉ.વ. રહે.અંબિકા નગર સોસાયટી સુરત,હાલ ચોગઠ તા.ઉમરાળા વાળો તા.૧૬/૦૭/૨૦૨૦ ના રોજ ભાવનગર જિલ્લા જેલ માંથી વચગાળાના જામીન પર છુટેલ હતો અને તેને તા૨૧/૦૭/૨૦૨૦ ના રોજ સુરત લાજપોર મધ્યસ્થ જેલે હાજર થવાનું હતું. પરંતું હાજર થયેલ નહી અને ફરાર થયેલ હતો અને આજદીન સુધી ફરાર રહેલ હતો ઉમરાળા પોલીસ સ્ટાફનાં માણસોને પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે સુરત લાજપોર મધ્યસ્થ જેલનો કાચા કામનો આરોપી *ચેતનભાઇ મથુરભાઇ જાદવ ઉ.વ ૩૪ રહે.અંબિકા નગર સોસાયટી સુરત, હાલ ચોગઠ તા.ઉમરાળારતાનપર* વાળો ચોગઠ બસ સ્ટેન્ડ પાસે ઉભેલ હોવાની બાતમી મળતા સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઇ મજકુર પેરોલ રજા ઉપરના આરોપી ચેતનભાઇ મથુરભાઇ જાદવ ઉ.વ.૩૪ રહે.અંબિકા નગર સોસાયટી સુરત,હાલ ચોગઠ તા.ઉમરાળાર વાળાને ચોગઠ બસ સ્ટેન્ડ પાસેથી પકડી લઇ તેની અટકાયત કરી, જરૂરી કાયર્વાહી કરી,સુરત શહેર પોલીસ ને સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી આપવા તજવીજ કરેલ છે.

*આ સમગ્ર કામગીરીમાં ઉમરાળા પોલીસ સબ ઇન્સ્પેકટર જે.એચ. સિસોદિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ઉમરાળા સ્ટાફનાં હેડ કોન્સ.એચ.વી. ગોસ્વામી તથા ભારતસિહ વેગડ તથા યુવરાજસિંહ ગોહિલ તથા પો.કોન્સ.નમભા ચુડાસમા તથા હરિચંદ્રસિંહ ગોહિલ તથા જગતસિંહ ગોહિલ તથા મયુરસિંહ ડ્રાઈવર વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા*

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Translate »
%d bloggers like this: