સુરતના લોકલાડીલા નાટ્યકાર યઝદી કરંજિયાને ભારત સરકારે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ‘પદ્મશ્રી’ના ખિતાબથી નવાજ્યા

સુરતના લોકલાડીલા નાટ્યકાર યઝદી કરંજિયાને ભારત સરકારે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ‘પદ્મશ્રી’ના ખિતાબથી નવાજ્યા છે. દેશનું આ ચોથા ક્રમનું સર્વોચ્ચ સન્માન છે. તેઓ તે રાષ્ટ્રપતિના હસ્તે સ્વીકારશે. યઝદીભાઈએ પારસી નાટકો દ્વારા કરેલી સમાજ સેવા તેના કેન્દ્રમાં છે. તેમણે આજીવન ‘યઝદી કરંજિયા ગ્રુપ’ દ્વારા સાંઠથી વધુ વર્ષોથી હાસ્ય નાટકો કર્યા છે, જેની રજૂઆત સુરત, ગુજરાત, દેશ અને દુનિયાના અનેક ભાગોમાં થઇ છે.

તેમનું આખું પારસી પરિવાર નાટ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયું છે તેમના ભાઈ સ્વ મહેરનોઝ કરંજિયા સાથે ‘યઝદી કરંજિયા ગ્રુપ’ સુરતમાં જ નહીં, દેશના તમામ મોટા કેન્દ્રો અને વિદેશોમાં પણ આજીવન નાટ્યપ્રયોગો કરીને લોકોનું મનોરજન કરતાં રહ્યાં છે.

ગુજરાત રાજ્યની સંગીત નાટ્ય અકાદમી, પ્રમાણપત્ર બોર્ડ જેવી સરકારી – સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે યઝદીભાઈ વર્ષોથી સંકળાયા છે. અને તે દ્વારા તેઓ અમારા જેવી તેમના પછીની પેઢીને રંગકર્મ માટે પ્રોત્સાહિત કરતાં રહ્યા છે.

કેમ્બે ઇન્સ્ટીટયુટ ઓફ કોમર્સ દ્વારા તેઓ વર્ષોથી કોચિંગ પ્રવૃત્તિ સાથે વ્યવસાયિક રીતે સંકળાયા છે.

યઝદી કરંજિયાને ‘પદ્મશ્રી’નો ખિતાબ મળવો એ સુરત જ નહીં ગુજરાત અને દેશની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ગૌરવની બાબત છે

Translate »
%d bloggers like this: