એ.સી.બી. સફળ ટ્રેપ

આરોપી – (૧) કપિલાબેન પલ્કેશભાઇ પટેલ,

ઉધના-ભાઠેના વોર્ડ નં. ૧૮ ના કોર્પોરેટર એસ.એમ.સી.

રહે. બી- ૫૦૧, શિવમ એપાર્ટમેન્ટ, ખરવરનગર, ઉધના મેઇનરોડ, સુરત

આરોપી – (૨) કોર્પોરેટર કપિલાબેનનો પતિ પલ્કેશભાઇ પટેલ,

આરોપી – (૩) હિતેશભાઇ મનુભાઇ પટેલ, (ખાનગી વ્યક્તિ)
રહે. સી/૪, શાલીગ્રામ હાઇટસ્, અલથાણ, સુરત

લાંચની માંગણીની રકમ :- રૂપિયા ૫૦,૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ :- રૂપિયા ૫૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :- રૂપિયા ૫૦,૦૦૦/-

ગુનો બન્યા તા.૧૦/૧૨/૨૦૧૯


ગુનાનુ સ્થળ :- ઉધના દરવાજા એપલ હોસ્પિટલ આગળ, જાહેર રોડ ઉપર

ગુનાની ટુંક વિગત :-
આ કામનાં ફરીયાદીએ વેચાણ દસ્તાવેજથી પ્લોટ નં. ૨૯ થી ૩૨ નાં ખરીદ કરેલ જેમાં પરવાનગી મેળવી બાંધકામ કરેલ જે બાંધકામ ગેરકાયદેસર કરેલ હોવાની આક્ષેપવાળી અરજી આ કામનાં આક્ષેપિત નં. (૧) નાએ ફરીયાદી વિરૂધ્ધ સુરત મ્યુનિ. કમિશ્નર નાઓને કરેલ. જેથી ફરીયાદીનું બાંધકામ નહિ તોડવા બાબતેની આગળની કાર્યવાહી નહિ કરવા ફરીયાદી પાસે આ કામનાં આરોપી નં. (૧) તથા (૨) નાઓએ રૂપિયા ૧,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ જેના રકઝકના અંતે રૂપિયા ૫૦,૦૦૦/- લાંચ પેટે આપવા ફરીયાદી કમને સહમત થયેલા અને આ લાંચની રકમ આપવા ન માંગતા હોય, જેથી તેઓએ એ.સી.બી. પો.સ્ટે. સુરત શહેર માં ફરીયાદ આપતા, આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ, જે છટકા દરમ્યાન આ કામના આરોપી નં. (૨) નાં કહ્યા મુજબ આરોપી નં. (૩) નાઓએ લાંચનાં રૂપિયા ૫૦,૦૦૦/- સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યો વિગેરે બાબત.

નોંધ : આરોપી નં. (૧) અને (૨) ની સંભવિત સ્થળોએ તપાસ કરતા મળી
આવેલ નથી અને ફરાર થઇ ગયેલ છે.

ટ્રેપીંગ અધિકારી :-
શ્રી એસ.એન.દેસાઇ, પો.ઇન્સ.
સુરત શહેર એ.સી.બી પો.સ્ટે. સુરત
તથા એ.સી.બી. ટીમના સભ્યો.

ટ્રેપમાં મદદ કરનાર અધિકારી :-
શ્રી કે.જે.ચૌધરી, પો.ઇન્સ.
સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. સુરત

સુપર વિઝન અધિકારી :-
શ્રી એન.પી.ગોહિલ,
મદદનીશ નિયામક,
એ.સી.બી. સુરત એકમ,
સુરત.

Translate »
%d bloggers like this: