સુરત લિંબાયત વિસ્તાર મોડી રાત્રે પોલીસ સ્ટેશન પર લોકોનો પથ્થરમારો

હત્યાના વધી રહેલા બનાવો મામલે ધારાસભ્યની ઓફિસ બહાર હંગામો મચાવવા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો.

સુરત લિંબાયત વિસ્તારમાં લોકોએ મોડી રાત્રે હંગામો મચાવતા પોલીસે બળપ્રયોગ કર્યો હતો. આ વિસ્તારમાં હત્યાને લઇને ધારાસભ્યની ઓફિસ બહાર દેખાવ કરવાને લઈને દાખલ કરવામાં આવેલા ગુનામાં ધરપકડ કરવા જતાં મામલો બીચક્યો હતો. ઘટના બાદ વાતાવરણ તંગ બનતા પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું હતું.

સુરતનો લિંબાયત વિસ્તાર ગુનેગારો માટે હબ બની રહ્યો છે. અહીં સામાન્ય બાબતોમાં હત્યા થયાના બનાવો બની રહ્યા છે. છેલ્લા થોડા દિવસમાં સતત હત્યાની ઘટનાને લઇને સમગ્ર વિસ્તાર રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારના ધારાસભ્યની ઓફિસ બહાર સ્થાનિક લોકોએ મરનાર યુવકની લાશ સાથે દેખાવ સાથે હંગામો કર્યો હતો.

આ મામલે પોલીસે ગુનો નોંધીને ગતરોજ સ્થાનિક લોકોની ધરપકડ કરવા માટે પોલીસ પહોંચી હતી. આ મામલે સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો. પોલીસ ગુનાખોરી ડામવામાં નિષ્ફળ ગઈ છે ત્યારે બીજી તરફ કાર્યવાહી કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે, મામલો વધુ ઉગ્ર થતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા પોલીસે લોકના ટોળાને વિખેરવા માટે હળવો બળપ્રયોગ પણ કર્યો હતો. જે બાદ લોકો વધુ ઉશ્કેરાયા હતા અને પોલીસ સ્ટેશન પર પથ્થરમારો પણ કર્યો હતો.

લિંબાયત વિસ્તાર ગુનેગારોનું હબ બનતું જાય છે ત્યારે પોલીસની નિષ્ક્રિયતાને લઇને લોકોમાં વધુ રોષ જોવા મળ્યો છે. જોકે, લિંબાયત વિસ્તાર વાતાવરણ તંગ બનતા પોલીસે અહીં સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.

Translate »
%d bloggers like this: