એ.સી.બી. સફળ ટ્રેપ

ફરીયાદી – એક જાગૃત નાગરીક

આરોપી –
(૧) શૈલેષભાઇ અશોકભાઇ કાલે (ખાનગી વ્યક્તિ), ફોટોગ્રાફર, રહે.પ્લોટ નં.૧૯, વિનોબા નગર, ઉધનાયાર્ડ, લિમ્બાયત, સુરત.

(૨) શેખ અબ્દુલસફી અબ્દુલખેર (ખાનગી વ્યક્તિ), ફોટોગ્રાફર, રહે.૧૦૬, સી શાસ્ત્રીચોક સોસાયટી, ઉધના રેલ્વે કોલોની પાછળ, લિંમ્બાયત, સુરત.

ગુનો બન્યા : તા.૧૭/૧૦/૨૦૧૯

ગુનાનુ સ્થળ :- લિમ્બાયત પોલીસ સ્ટેશનના ત્રીજા માળે આવેલ ઓફીસમાં

લાંચની માંગણીની રકમ :- ૭૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ :- ૭૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :- આરોપી નં.(૨) પાસેથી રૂ.૭૦૦/- રીકવર કરેલ છે.
ગુનાની ટુંક વિગત :-
આ કામના ફરીયાદીના પિતા રાજુભાઇ ટીકવડુ રાયકુવાડ નાઓને તા:૧૫/૧૦/૨૦૧૯ ના રોજ લિંમ્બાયત પોલીસ સ્ટેશનમાં જી.પી.એક્ટ-૧૩૫ મુજબ અટક કરેલ અને તેઓને જામીન પર મુકત કરવા માટે આ કામના આરોપી નં.૧ નાએ જામીન પર છોડવા રૂ.૨૦૦૦/- ની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.૧૨૦૦/- નક્કી કરી જે તે વખતે ફરીયાદીના પિતાને જામીન પર છોડવા માટે રૂ.૫૦૦/- લઇ લીધેલ અને બાકીના રૂા.૭૦૦/- ની લાંચની માંગણી કરતાં ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતાં ન હોય, જેથી ફરીયાદીએ સુરત શહેર એ.સી.બી. સુરતનો સંપર્ક કરી ફરીયાદ આપતા જે ફરીયાદમાં ફરીયાદીએ લિમ્બાયત પોલીસ સ્ટેશનના પોલીસવાળા શૈલેષભાઇ હોવાનુ જણાવતા જે ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરેલ જે લાંચના છટકા દરમ્યાન આરોપી નં.(૧) નાઓએ ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૭૦૦/- સ્વીકારી આરોપી નં.(૨) નાઓને આપેલ જે રકમ આરોપી નં.(૨) પાસેથી રીકવર કરેલ આ લાંચના છટકા દરમ્યાન પકડાયેલ બંન્ને આરોપીઓ ખાનગી વ્યક્તિ જણાઇ આવેલ જે બંન્ને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં લાંચની રકમ સ્વીકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

ટ્રેપીંગ અધિકારી :-
શ્રી કે.જે.ચૌધરી,
પોલીસ ઇન્સ્પેક્ટર,
સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે., તથા ટીમ.

સુપર વિઝન અધિકારી :-
શ્રી એન.પી.ગોહિલ,
મદદનીશ નિયામક,
એ.સી.બી. સુરત એકમ, સુરત.

Translate »
%d bloggers like this: