*દુર્ઘટના / સુરતના કડોદરા-નિયોલ ચેકપોસ્ટ પર યાર્ન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી*

*ભીષણ આગમાં આખી ફેક્ટરી બળીને ખાક*
*લોકોની ભીડના પગલે પોલીસને મદદ માટે બોલાવાઈ*

સુરતઃકડોદરા-નિયોલ ચેકપોસ્ટ નજીકના પુરીગામ પાસેની ગણપત ક્રિએશનમાંમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.રાત્રે દોઢ વાગ્યા આસપાસ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ એટલી પ્રચંડ હતી કે શહેરના અન્ય ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી રહી છે. લોકોની ભીડના પગલે પોલીસની મદદ લેવામાં આવી રહી છે.

*દોરા બનાવતી કંપનીમાં આગ*

કડોદરા-નિયોલ ચેક પોસ્ટ પર જયેશભાઈ દેવરાજભાઈ ચલિયાની ગણપત ક્રિએશનમાં નામની દોરા (યાર્ન) બનાવતી કંપનીમાં આગ લાગી હતી. સાત આઠ કલાકે પણ આગ પર કાબુ મેળવાયો નથી. જેથી સંપૂર્ણ ફેક્ટરી બળીને ખાક થઈ ગઈ છે. અને કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજો માલિક દ્વારા સેવવામાં આવી રહ્યો છે.

*ફાયરબ્રિગેડને હેરાનગતિ*

આગ પ્રચંડ હોવાથી સુરત ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ છે. ડોદરા ફાયર સ્ટેશન સહિત અનેક ફાયર ફાઈટરો આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.સુરતના ડુંભાલ ફાયરની ફાઈટર ટીમ, ટેન્કર, માઉઝર અને મોટા વરાછાની ગાડી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.લોકોની ભીડ વચ્ચે ફાયર ફાઈટરો કામગીરી કરતા હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. જેથી વધુમાં વધુ પોલીસ મદદ મંગાઈ.

Pratik mistry surat

Translate »
%d bloggers like this: