સુરત ધાબા પરથી લોખંડની સીડી બાઇક સવાર પર પડતા ગંભીર રીતે ઘાયલ

શહેરનાં કતારગામ ખાતે આવેલા રામજીનગર સોસાયટીનાં એક ઘરનાં ધાબા પરથી વ્યક્તિએ લોખંડની ભારેભરખમ ગ્રિલ નીચે નાંખી હતી.

દિવાળીને (Diwali) આડે હવે થોડા જ દિવસો છે ત્યારે લોકો ઘરની સાફ સફાઇમાં લાગેલા હોય છે. ત્યારે જો થોડી પણ બેજવાબદારી દાખવીએ તો જીવનું જોખમ થઇ જાય છે. સુરતમાં (Surat) એક આંખ ઉધાડતી ઘટના સામે આવી છે. શહેરનાં કતારગામ ખાતે આવેલા રામજીનગર સોસાયટીનાં એક ઘરમાંથી દિવાળીની સફાઇ કરતા વ્યક્તિએ ઉપરથી લોખંડનો ભારેભરખમ દાદરો નીચે નાંખ્યો હતો. તે દરમિયાન ત્યાંથી બાઇક પર પસાર થઇ રહેલા વ્યક્તિને તે વાગી હતી. હાલ તે બાઇક સવાર યુવકની હાલત ગંભીર છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે સુરતનાં કતારગામમાં આવેલી રામજીનગર સોસાયટીમાં 132 નંબરનાં ઘરમાં વિષ્ણુ પ્રસાદ પંડ્યા આજે સવારે ભંગાર ચીજવસ્તુઓ વેચી રહ્યાં હતાં. આ દરમિયાન વિષ્ણુભાઇ ધાબા પરથી સામાન નીચે ભંગારવાળા તરફ  ફેંકી રહ્યાં હતાં. આ દરમિયાન નીચે રસ્તા પરથી જીતેન્દ્રભાઇ બાઇક લઇને પસાર થઇ રહ્યાં હતાં. ત્યારે વિષ્ણુભાઇએ લોખંડનો દાદરો નીચે ફેંક્યો હતો તે નીચે જીતેન્દ્રભાઇને વાગતા લોહીલુહાણ થઇ ગયા હતાં.

જીતેન્દ્રભાઇને  ગંભીર ઇજાઓ પહોંચતા તરત જ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. પોલીસે આ મામલામાં ઈ.પી.કો 308 અને 114 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Translate »
%d bloggers like this: