અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના સાગરીતને મુંબઈથી સુરત લાવવામાં આવ્યો

2016માં સુરતના બિલ્ડરને ધમકી આપી રૂપિયા 1.50 કરોડની ખંડણી માંગી હતી, આરોપીને 3 મહિલા પહેલા મુંબઈ પોલીસે એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો હતો.

સુરત ફરી અન્ડરવર્લ્ડના માફિયાની નજરમાં આવવા લાગ્યું છે, ખંડણી માટે ફોન કરી ધમકાવનાર એક ગેંગસ્ટર વિરુદ્ધ સુરતના લેન્ડ ડેવલપરે અન્ડરવર્લ્ડ ડોન છોટા શકીલના સાગરીત અહેમદરઝા વઘારીયાને મુંબઇ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

સુરત પોલીસ પકડમાં આવેલછોટા શકીલની ગેંગના સભ્યને સુરત પોલીસ મુંબઈ ખાતેથી ટ્રાન્સફર વોરન્ટથી સુરત ખાતે લઇ આવી છે, ગત જુલાઈ મહિનામાં મુંબઈ એરપોર્ટ પરથી મહારાષ્ટ્ર એટીએસે અહેમદ રઝા અફરોઝ વાઘરિયાને ઝડપી પાડયો હતો. આ અહેમદરઝા વિરૃધ્ધ મુંબઇ પોલીસે લુક આઉટ નોટીસ પણ ઇસ્યુ કરી હતી. આ સમયે બાતમી મળી હતી કે, આ ગેગસ્ટર મુંબઈ ખાતે પોતાના ઘરે આવી રહ્યો છે, આ માહિતીના આધારે મુંબઇ એરપોર્ટ પરથી તેને ઝડપી પાડયો હતો. અહેમદરઝાની પુછપરછમાં તેણે સુરતના ડેવલોપરને ૧૫ જુનના રોજ ધમકી આપી રૂપિયા 1.50 કરોડની ખંડણી માંગી હતી હોવાની કબુલાત કરી હતી. સુરતના ડેવલોપરને ધમકી આપ્યાની કબુલાતને પગલે એટીએસે તેની જાણ સુરત પોલીસને કરી હતી. જેથી સુરત ક્રાઇમ બ્રાંચે આ અંગે ડેવલોપરની ફરિયાદ નોંધી હતી.

ફરિયાદ અનુસાર, સુરતના વેપારીને 2016થી ધંધાકિય લેવડ-દેવડના 10 લાખ રૂપિયા એક વેપારી પાસેથી લેવાના હતા, રૂપિયા બાકી રાખી વેપારી દુબઈ ચાલ્યો ગયો હતો. 3 મહિના પહેલા સુરતના વેપારીએ દુબઇ ખાતે સ્થાઈ થયેલા વેપારીને ફોન કરી રૂપિયા 10 લાખ ઉઘરાણી કરી હતી. ત્યારે વેપારીએ કહ્યું હતું, મારે કોઈ રૂપિયા આપવાના થતા નથી. મારી સાહેબ સાથે વાત થઈ છે. ત્યારબાદ સુરતના વેપારી પર દુબઈથી છોટા શકીલના ખાસ ગણાતા ફઈમ મચમચ અને અહેમદ રઝાનો ફોન આવ્યો હતો. આ બંનેએ વેપારીને કહ્યું હતું કે, 10 લાખ રૂપિયા ભુલી જાવ, સુરતમાં બહુ રૂપિયા કમાયા છો. દોઢ કરોડ રૂપિયા આપી દે 3 દિવસમાં, જો નહીં આપે તો પતાવી દઈશું. વેપારીએ પોલીસમાં આરોપી છોટા શકિલ, ફઈમ મચમચ અને અહેમદ રઝા વિરુદ્ધ ખંડણી માટે ધમકીની ફરિયાદ નોંધાવી હતી.

આ મુદ્દેઅહેમદરઝાને સુરત ક્રાઇમ બ્રાંચ ટ્રાન્સફર વોરંટની મદદથી મુંબઇ પોલીસ પાસેથી કબજો મેળવી કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અહેમદરઝા અગાઉ સુરતમાં રહેતો હતો. ત્યાર બાદ મુંબઇ અને ત્યાંથી દુબઇ સ્થાયી ગયો છે અને હાલમાં અન્ડરવર્લ્ડ ડોન છોટા શકીલના મુંબઈ અને સુરતના હવાલાનું નેટવર્ક સંભાળે છે.

Translate »
%d bloggers like this: