સુરત કાપડ માર્કેટમાં આગની ઘટનાને પગલે દોડધામ, ફાયર સેફ્ટીનો જોવા મળ્યો અભાવ

સુરત ફાયર વિભાગ દ્વારા મોલ, દુકાનો જેવી સંસ્થાઓને સીલ મારી કામગીરીના મોટા દાવા કરવામાં આવ્યા હતા. ત્યારે સિલ્ક સીટી માર્કેટમાં લાગેલી આગની ઘટનામાં ફાયર સેફટીની સુવિધાને લઈ સવાલો ઉભા થયા

શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલી સિલ્ક સીટી ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં આગ લાગી હોવાનો કોલ મળતા સુરત ફાયર વિભાગનો મોટો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા. જોકે, બે કલાકથી પણ વધુ સમય વીત્યા છતાં આગ પર કાબુ મેળવવામાં ફાયર અસમર્થ રહી હતી. આગના કારણે ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે ધુમાડાના ગોટેગોટા ફેલાતા ફાયરના જવાનોએ ઓક્સિજન સ્પોર્ટની મદદ લેવાની ફરજ પડી હતી. બીજી તરફ આગના પગલે ફાયર દ્વારા માર્કેટને સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યું હતું. આગની આ ઘટનામાં માર્કેટ સંચાલકોની પણ ગંભીર બેદરકારી સામે આવી છે. ફાયર વિભાગ દ્વારા હમણાં સુધી સિલિંગની કાર્યવાહી કરી વાહવાહી લૂંટવામાં આવી રહી હતી, ત્યારે આ માર્કેટમાં લાગેલી આગમાં ફાયર સેફટીની અપૂરતી સુવિધા હોવાનું બહાર આવ્યું છે.

તક્ષશિલા અગ્નિ કાંડની ઘટના બાદ સુરત ફાયર વિભાગ દ્વારા ફાયરની અપૂરતી સુવિધાઓના પગલે સંસ્થાઓને સિલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી રિંગ રોડની ટેકસ્ટાઈલ્સ માર્કેટો સામે આ પ્રમાણેની કાર્યવાહી ફાયરે હાથ ધરી છે. જો કે ફાયરની આ કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલ સિલ્ક સીટી ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં ભીષણ આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર કાફલો દોડતો થઈ ગયો છે. માર્કેટમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફટીની સુવિધા ન હોવાનું પણ જાણવા મળ્યું છે. માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે લાગેલી આગ બાદ ધુમાડાના ગોટેગોટા સમગ્ર વિસ્તારમાં જોવા મળ્યા. જેના કારણે માર્કેટ સંપુર્ણ ખાલી કરી દેવામાં આવ્યું હતું. આગની ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં નાશભાગની સ્થિતિ જોવા મળી હતી. જ્યારે આગની ઘટના બાદ પોલીસનો મોટો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો.

આગની ઘટનાને લઈ માર્કેટના સંચાલકો સામે પણ ગંભીર બેદરકારી સામે આવી રહી છે. સુરત ફાયર વિભાગ દ્વારા મોલ, દુકાનો જેવી સંસ્થાઓને સીલ મારી કામગીરીના મોટા દાવા કરવામાં આવ્યા હતા. ત્યારે સિલ્ક સીટી માર્કેટમાં લાગેલી આગની ઘટનામાં ફાયર સેફટીની સુવિધાને લઈ સવાલો ઉભા થયા છે. આ બાબતે ફાયર ચીફ બસંત પરીખનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમણે આ બાબતે તપાસ કરવાની ખાતરી આપી હતી. એટલે સ્વાભવિક છે કે માર્કેટને ના તો કોઈ નોટિસ બજાવવામાં આવી છે ના તો સિલિંગની કાર્યવાહી કરવામાં આવી છે.

Translate »
%d bloggers like this: