નાગરિક બેંકમાં લાખોનો ગેરવહીવટ થયો હોય કમીટી સભ્યો સ્વૈછિક નાણા જમા કરાવે કા ડિરેક્ટર પડે રાજીનામું આપે- દિલીપ ચાવડા (સભાસદ )

– નાગરિક બેંકમાં લાખોનો ગેરવહીવટ થયો હોય કમીટી સભ્યો સ્વૈછિક નાણા જમા કરાવે કા ડિરેક્ટર પડે રાજીનામું આપે- દિલીપ ચાવડા (સભાસદ )

– ઓલપાડ-સાયણ-કીમ નાગરિક ધિરાણ સહકારી મંડળી ની ૫૧ મી જનરલ સભા તોફાની બની 

એજન્ટ જીતેન્દ્ર પટેલ એ ડેઈલી રીકરીંગ નાં ૫૨૨ ગ્રાહકોના સાથે ૩૪,૮૦,૮૪૦ લાખ રૂપિયાની છેતરપીંડી કરી છે 

ઓલપાડ સાયણ કીમ નાગરિક ધિરાણ સહકારી મંડળીનો એજન્ટ અને મેનેજરની મીલીભગતમાં દૈનિક રીકરીંગ નાં ગ્રાહકો સાથે લાખોની છેતરપીંડી થવાની ઘટના સાથે વ્યવસ્થાપક કમીટી ને કારણ દર્શક નોટીસ આપવામાં આવતા કમીટીનો અણઘડ વહીવટ બહાર આવતા આજરોજ મળેલી જનરલ મીટીંગમાં આ બે મુદ્દે સભા તોફાની બનવા સાથે સાયણ ના સભાસ દિલીપ ચાવડા કરેલી ધારદાર રજુઆત મુજબ એજન્ટે ખાધેલા રૂપિયા કમિટી સભ્યો જમા કરાવે કા ડિરેક્ટર પદથી રાજીનામાં આપે 

          ઓલપાડ નાં ખુતાઈ માતા મંદિર ખાતે મંડળીની મળેલી ૫૧ મી જનરલ સભામાં ઓલપાડ સાયણ અને કીમ વિભાગના સભાસદો મોટી સંખ્યામાં હાજર રહેવા સાથે જનરલ સભા ની શરૂઆત થી જ એજન્ટ દ્વારા કરાયેલી ૩૪,૮૦,૮૪૦ લાખ રૂપિયાની છેતરપીંડી નો મુદ્દો ચર્ચતા જનરલના એજન્ડા મુજબના તમામ કામો બાજુ પર રહેતા સભાસદો અને ભોગ બનેલા લોકોએ રૂપિયા પાછા આપવા સાથે આરીતે થવા માટે પોતાની ની જવાબદારી સ્વીકારવા ધારદાર રજૂઆત કરી હતી. ત્યારે પ્રમુખ સન્મુખ ધીમર દ્વારા નાણા પરત આપવાની વાતે યોગ્ય ચર્ચા કરવાની બાજુપર રાખી ગોળ ગોળ વાતો કરતા સભાસદો રોસે ભરાતા સભા તોફાની બની હતી.

       જયારે સભા શરૂ થયાથી પૂર્ણ થયા સુધી તમામ ની એકજ રજૂઆત હતી કે એજન્ટે ખાધેલા ૩૪,૮૦,૮૪૦ લાખ રૂપિયા પરત આપો ત્યારે વ્યવસ્થાપક સમિતિએ રૂપિયા પરત આપવાની વાતે કાયદાકીય લડતનાં ઓઠા હેઠળ છટક બાલી સોધતા અંતે લાખોની છેતરપિંડી થવાની ઘટનામાં વ્યવસ્થાપક કમિટીને કારણ દર્શક નોટિસ મળી હોય તે બાબતે કમિટીના ખાડે ગયેલા વહીવટની સભા વચ્ચે પોલ ખોલતા સાયણ વિભાગના જાગૃત સભાસદ દિલીપ ચાવડા એ કરેલી ધારદાર રજુઆત મુજબ મંડળીમાં કૌભાંડ થવા પાછળ કમિટી પણ જવાબદાર હોવાનું નોટિસ થી સાબિત થયું હોય ત્યારે પ્રમુખ સહિત તમામ ડિરેક્ટર પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામાં આપવા સાથે 34 લાખ રૂપિયા જમા કરાવે ત્યારે આ રજુઆત થી કમિટી સભ્યો અને પ્રમુખને પરસેવો વળીગયો હતો . અંતે કોઈપણ પ્રકારના ઉકેલ વગર સભા સમાપ્ત કરાઈ હતી 

રિપોર્ટર:-રીન્કુ જોષી સુરત

Translate »
%d bloggers like this: