સુરત આ PSIએ જન્મદિવસની તલવાર વડે કેક કાપીને કરી ઉજવણી

સુરત આ PSIએ જન્મદિવસની તલવાર વડે કેક કાપીને કરી ઉજવણી

અમરોલી પોલીસ સ્ટેશનનો PSI જાહેરમાં જન્મ દિવસની (Birth Day)ઉજવણી અને તલવાર (Sword)સાથેનો વિડીયો વાઇરલ (Viral Video)થતા વિવાદ શરુ થયો

 

સુરતમાં (Surat)જાહેર માર્ગ પર જન્મ દિવસ ઉજવણી કરવા પર પ્રતિબંધ છે અને તેમાં પણ હથિયાર સાથે ફરવા પર ત્યારે (Amaroli police station)અમરોલી પોલીસ સ્ટેશનનો PSI જાહેરમાં જન્મ દિવસની (Birth Day)ઉજવણી અને તલવાર (Sword)સાથેનો વિડીયો વાઇરલ (Viral Video)થતા વિવાદ શરુ થયો છે.

સુરતની અમરોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI મહિલાપસિંહ પઢિયાર વિવાદમાં આવ્યા છે. આ પોલીસ કર્મચારીનો જન્મ દિવસ હોવાને લઈને જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં તેમણે તલવારથી કેક કટ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.

 

સુરત પોલીસ દ્વારા જાહેરમાં જન્મ દિવસની ઉજવણી અને હથિયાર લઈને ફરવા પર પ્રતિબંધ છે. તેવામાં બે દિવસ પહેલા સુરતમાં યુવાનો દ્વારા આ પ્રકારે જન્મ દિવસ ઉજવણી કરવામાં આવતા પોલીસે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

ત્યારે હવે આ વીડિયો સામે આવતા પોલીસ અધિકારી પોતાના આ પોલીસ કર્મચારી વિરુદ્ધ પગલાં લેશે કે કેમ તે જોવાનું રહ્યું.

 

જોકે આ વીડિયો અધિકારી પાસે બે દિવસ પહેલા પહોંચી ગયો છે. પણ અધિકારી કોઈ કાર્યવાહી નહીં કરતા અનેક તર્ક વિતર્ક ઊભા થવા પામ્યા છે.

Translate »
%d bloggers like this: