વાયુ વાવાઝાડાની અસરથી મહુવા તાલુકામાં કેરીના પાકને મોટું નુકસાન

વાયુ વાવાઝાડાની અસરથી મહુવા તાલુકામાં કેરીના પાકને મોટું નુકસા

બે દિવસમાં ખાસ કરીને ભારે પવન અને વરસાદી ઝાપટાંથી સુરતના મહુવા તાલુકાના ખેડૂતોના કેરીના પાકને નુકસાન થયું છે.
રાજ્યભરમાં કેટલાક દિવસોથી વાયુ વાવાઝોડાથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને બે દિવસમાં ખાસ કરીને ભારે પવન અને વરસાદી ઝાપટાંથી સુરતના મહુવા તાલુકાના ખેડૂતોના કેરીના પાકને નુકસાન થયું છે. આમતો દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત જિલ્લો ખાસ શેરડી ડાંગર પાક લેતો આવ્યો. પણ ભાવ સરળતા માટે ખેડૂતો આમવાડી તરફ વળ્યા હતા. અને પોતાની જમીન માં આંબા વાડી કરી કેરી નો પાક લીધો હતો . અને સારા ભાવો ની આશા પણ હતી. આંબા ઉપર કેરી તૈયાર થઈ અને બેડવા ના સમય એ વાતાવરણ માં આવેલ બદલાવ થી અપરિપક્વ કેરી ખરી પડી હતી. અને માર્કેટમાં જાય તે પહેલાં ખેડૂતો ને નુકસાની મળી છે.

ધર્મેશ પટેલ સુરત

Translate »
%d bloggers like this: