સુરત બંદૂક જેવું હથિયાર બતાવી દુકાનમાંથી 17 મોબાઇલની લૂંટ

સુરત બંદૂક જેવું હથિયાર બતાવી દુકાનમાંથી 17 મોબાઇલની લૂંટ

ચીકુવાડી જેવા ભરચક ‌વિસ્તારમાં લૂંટની ઘટનાથી ઉધના પોલીસ દોડતી થઇ હતી.

ઉધનાના ચીકુવાડી ‌વિસ્તારમાં રવિવારે બપોરથી રેકી કર્યા બાદ સાંજના સમયે ચાર લૂંટારૂઓએ મોબાઇલની દુકાન ઘૂસી જઇને લૂંટને અંજામ આપ્યો હતો. બંદૂક જેવું હથિયાર બતાવીને ચાર લૂંટારૂઓએ દુકાનદારને ધમકાવી રોકડા રૂ.10 હજાર, 17 મોબાઇલ ફોન મળી કુલ રૂ.2 લાખની લૂંટ ચલાવી હતી.

બનાવની જાણ થતા ઉધના પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર ધસી ગયો હતો. સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચાર લૂંટારૂઓ દુકાનમાં પ્રવેશતા નજરે પડ્યાં હતાં. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગી હોવાથી પોલીસે લૂંટારાઓનું પગેરું મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.

ઉધના ચીકુવાડી ‌ખાતે રહેતા ‌હિમાંશુ હેમ્બાકુમાર દાસ ઘર નજીક કલ્યાણ કુટીર પાસે સ્વ‌સ્તિક મોબાઇલના નામથી મોબાઇલ ધરાવે છે. દર‌મિયાન રવિવારે બપોરે સાડા બાર વાગ્યાથી લઇ બપોરના 3 વાગ્યા સુધી તેમની દુકાનની આસપાસ ચાર શંકાસ્પદોની ‌હિલચાલ વધી હતી.

  • આ ચારેય લોકો દુકાનમાં લૂંટ કરવા માટે તક શોધી રહ્યા હતા. બપોરથી લઇ સાંજ સુધી રેકી કર્યા બાદ સાંજના 5 વાગ્યે ચારેય લૂંટારૂઓ દુકાનમાં પ્રવેશી ગયા હતા અને બંદૂર જેવું હથિયાર બતાવી દુકાનદારને ડરાવી રોકડા રોકડ અને મોબાઇલ સ હિત રૂ. બે લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. ચીકુવાડી જેવા ભરચક ‌વિસ્તારમાં લૂંટની ઘટનાથી ઉધના પોલીસ દોડતી થઇ હતી. આ સમગ્ર ઘટનાની તપાસ સીસીટીવી ફૂટેજના આધારે શરૂ કરવામાં આવી છે.
Translate »
%d bloggers like this: