સુરત શહેર ની પંદર વર્ષ થી ગાર્ડન ગ્રુપ દ્વારા ગણપતિનું સુંદર આયોજન કરતું આવ્યું છે

સુરત શહેર ની  પંદર વર્ષ થી ગાર્ડન ગ્રુપ દ્વારા ગણપતિનું સુંદર આયોજન કરતું આવ્યું છે તેમજ  સમાજ ને કોઈ ને કોઈ સંદેશો આપતું આવ્યું છે ત્યારે આ વખતે પણ લોકો માટે એક નવો સંદેશો લયને આવ્યું છે ગાર્ડન ગ્રુપ.

ગાર્ડન ગ્રુપ એક એવું ગ્રુપ છે જે  દર વર્ષે સમાજને ઉપયોગી કેમ થાવું અને સમાજને કેવી રીતે આગળ લઈ જવો તેવા નવા ઉપદેશ સાથે ગણપતિનું સુંદર આયોજન કરતું આવ્યું છે અને આ વર્ષે પણ એક સારો સંદેશો લઈ ને આવ્યું છે ગાર્ડન ગ્રુપ જેમાં આ વખતે સમાજને પોતાના બાળકો ની સલામતી માટે શું ? કરવું જોઈ તેવા ઉપદેશ સાથે ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ હમણા થોડા દિવસો પેહલા સુરત માં તક્ષશિલા જેવી ખુબજ દુઃખદ અને કરુણ ઘટના બની હતી જે ના વિષે પણ આ ગણપતિના પંડાલ માં એક થિમ રજુ કરી અને ફરી કોઈ એવી ઘટનાનો બને અને તેની માટે શુ કરવું જોઈ તેવી સરસ થિમ દર્શાવીને લોકોને સમાજને એક સમજણ આપી હતી,તેમ જણાવામાં આવ્યું હતું કે આપણા નેતા ૫૬ની છાતી વાળા શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જે રીતે ૧૭૦ જેવી કલમ હટાવી તેની પણ આમાં રજુવાત કરવામાં આવી હતી.તેમજ આજ કાલ આ આધિનિક યુગમાં જયારે યુવા ધન સેલ્ફી લેવામાં માટે જે જીવના જોખમા ઉઠાવી રહ્યા છે તેની વિષે પણ વાત કરવામાં આવી હતી. તેમજ આજ કાલ વાલીઓ પોતાના બાળકોને ભણાવવા માટે ઉચા ઉચા ડોનેશન આપતા હોય છે પણ તે પોતાના બાળકોની સલામતી નથી જોતા અને ગમે ત્યા સારી શાળા માં ભણાવવા માટે બેસાડી દેતા હોય છે માટે કોઈ પણ શાળામાં બાળકોને એજ્યુકેશન માટે બેસાડો તે પેહતા પોતાનું બાળક ત્યાં સલામત છે તે ખાસ જોશો તેવા એક સારા સંદેશ સાથે આ ગાર્ડન ગ્રુપ દ્વારા ગણપતિનું  સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

 

Translate »
%d bloggers like this: