સુરત શહેર ખાતે સુંદર યુવક મંડળ દ્વારા છેલ્લા ૧૯૯૨ થી ગણપતિનું સુંદર આયોજન

 

સુરત શહેર ખાતે સુંદર યુવક મંડળ દ્વારા છેલ્લા ૧૯૯૨ થી ગણપતિનું સુંદર આયોજન કરવામાં આવે છે અને ઈકોફ્રેન્ડલી ગણપતી ની સ્થાપના કરવામાં આવે છે.

ગણપતી એટલે વિધ્નહર્તા જે દરેક જીવોના વિધ્નને હરી દુઃખ દુર કરતા આવ્યા છે ત્યારે સુરત શહેર ની અંદર પણ સુંદર યુવક મંડળ દ્વારા વિધ્નહર્તા ની સ્થાપના કરવામાં આવી હતી તેમજ આ સુંદર યુવક મંડળ ને સોસાયટી દ્વારા તમેજ લોકો દ્વારા ખુબજ સાથ અને સહકાર પણ મળ્યો હતો. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સુદર એવી માટી ની મૂર્તિ ની સ્થાપના કરી ને લોકો ને એક સારો સંદેશો આપ્યો હતો તેમજ આજ કાલ ગુજરાત સરકાર જયારે પર્યાવરણ ને બચાવવા માટે આટ આટલા પ્રયાસો કરી રહીછે ત્યારે આ સુંદર યુવક મંડળ દ્વારા સરકારને સાથ સહકાર આપવા માટે તેમજ લોકોને પણ સાથ સહકાર આપવા માટે પ્રેરિત કાર્ય હતા. તેમજ આ સુંદર યુવક મંડળ માટીની મૂર્તિની છેલ્લા ૧૯૯૨ થી સ્થાપના કરતા આવ્યા છે અને દર વર્ષે લોકોને સારી પ્રેણા મેળે તેવી રીતે આ ગણપતિનું આયોજન કરવામાં આવે છે

Translate »
%d bloggers like this: