પિતાશયની કોથળીમાં પથરી (ગોલ સ્ટોન)

પિતાશયની કોથળીમાં પથરી (ગોલ સ્ટોન)
આપણા પેટમાં ઉપરની જમણી બાજુએ યકૃત એટલે કે લીવર આવેલું છે. તેની નીચેની સપાટીએ જમરૂખ આકારની અને લગભગ તેટલાં જ કદની પિત્તની કથોળી આવેલી છે. આ કોથળીમાં થતી પથરીને પિત્તાશયની પથરી અથવા ગોલ સ્ટોન કહે છે. પથરી થવાનું કારણ :- મોટા ઉંમરના મૃતદેહોની તપાસમાં આશરે ર૦ ટકા કેસોમાં આવી પિત્તાશયની પથરી જોવા મળે છે. અમેરિકા, ઈંગ્લેન્ડ તથા પશ્ચિમ યુરોપમાં આ પ્રમાણ સવિશેષ છે. ભારતમાં દક્ષિણ કરતાં ઉત્તર ભાગમાં પ્રમાણ વધકું છે. કોલેસ્ટેરોલ પિત્તની પથરી પુરૂષ તથા સ્ત્રી બંને જાતિમાં થાય છે. અને દરેક ઉંમરે થઈ શકે છે. પરંતુ આવી પથરી પ્રૌ ઉંમરની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. ચાલીસની ઉંમરની આસપાસની સ્થૂળકાય શરીરવાળી, વધુ બચ્ચાઓને જન્મ આપનારી, ગોરી ચામડીવાળી સ્ત્રીઓમાં આ પથરી ખુબ જોવા મળે છે. જેને માટે ફાઈવ – એફ યાદ રાખવામાં આવે છે. વધુ બાળકો ધરાવતી તથા વધુ જાડા શરીરવાળી સ્ત્રીઓમાં આ રોગ સિવશેષ થાય છે. જેમ ઉંમર વધે (પુરૂષમાં પણ) તેમ આ રોગનું પ્રમાણ વધે છે. પરંતુ મોટી ઉંમર સુધી મોટાભાગના કેસોમાં આ રોગ છુપો (સાયલન્ટ) રહે છે…. વારસાગત પરિબળો ચોકકસ ભાગ ભજવે છે. વધુ પડતાં ચરબીવાળા ખોરાકથી આ રોગ થવાની શક્યતા નકારી ન શકાય. તેથી જ કદાચ કાળા અને ઘઉંવર્ણા લોકો કરતાં ગોરા લોકોમાં આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. પિત્તની કથોળીમાં પથરી નીચેના રોગવાળી વ્યક્તિમાં વધુ જોવા મળેલ છે. દા.ત. મધુપ્રમેહ (ડાયાબિટીસ), સ્વાદુપિંડ તથા યકૃત (લીવર)ના રોગો, હિમોલાયટીક પ્રકારના પાંડુરોગ, આંત્રરોગ (રીજીયોનલ એન્ટેરાઈટીસ) વગેરે. રંગીન પથરી (પીગમેન્ટ સ્ટોન) ભાગ્યે જ જોવા મળે છે. યકૃતના રોગો જેવા કે, સીરોસીઝ તથા હીમોલાયટીક તથા થેલેસિમીયા પ્રકારના પાંડુરોગમાં આ પીગમેન્ટ સ્ટોન વધુ જોવા મળે છે.

ત્રીજા પ્રકારની પથરી કોલેસ્ટીરોલ તથા પીગમેન્ટ એ બંને ભેગા થઈને મિકસ પ્રકારની પિત્ત પથરી બને છે. કઈ રીતે બને ?
:-(૧) પીત્તરસમાં ક લેસ્ટીરોલ (એક જાતની ચરબીનું વધુ પ્રમાણ)
(ર) પીત્તાના ક્ષારો (બાઈલ સોલ્ટ તથા ચરબીનું સંયોજન
(૩) પિત્તકણો કબાઈલ પીગમેન્ટ)નું રક્તકણો તુટી જવાથી વધતું પ્રમાણ
(૪) પિત્તાશયમાં સોજો
(પ) યકૃતના રોગોને કારણે ક્ષાર જામવાથી.

રોગના લક્ષણો :
(૧) મોટે ભાગે આવી પથરી કોઈપણ જાતના લક્ષણો વિના શાંત (સાયલન્ટ) પડી રહે છે. આવી પથરી આકસ્મિક રીતે એકસ-રે યા સોનોગ્રાફી કે શાસ્ત્રક્રિયા દરમ્યાન પકડાઈ જાય છે.
(ર) દુઃખાવો (બિલીયરી કોલીક) સતત અને ધીરે-ધીરે વધતો જાય છે. મુખ્યત્વે દુઃખાવો પેટના ઉપરના વચભાગમાં થાય છે. (મીડ એપીગેસ્ટ્રીક પેઈન) આ દુઃખાવો પેટની જમણી બાજુ તથજા વાંસા સુધી પ્રેસરે પણ છે. ખા ખાસ કરીને રાત્રે દુઃખાવાનો હુમલો થાય છે. અને ભારે ભોજન લીધા પછી થાય છે. સામાન્ય રીતે દુઃખાવો ૧ થી ૪ કલાક સુધી રહે છે. ઉબ્કા તથા ઉલ્ટી આ દુઃખાવા સાથે લગભગ જોવા મળે છે. જો પથરીની સાથે પિત્તનજી કોથળીમાં સોજો હોય અને પિત્તનળી (સિસ્ટીક ડકટ)માં અવરોધ હોય તો પેશાબ તથા આંખની પીળાશ અને ઝાડો ફીકો પડે છે. આવા દર્દીઓમાં પેટના ઉપરનાં ભાગમાં બેચેની જેવું તથા ગેસની તકલીફ જે ચરબીવાળો ખોરાક લીધા પછી સામાન્ય રીતે જોવા મળે છે. રોગમાં જોવા મળતી નિશાની (સાઈન) : તીવ્ર હુમલાં દરમ્યાન પિત્તકોથળી આંગળીઓ વડે સ્પર્શી શકાય છે. (પાલ્પેબલ ગોલબ્લેડર). લાંબા સમયે સંકોચન થવાની નાની થઈ જાય છે. જેથી સ્પર્શી શકાતી નથી. પીત્તનળીમાં અવરોધ હોય તો પિત્તની નળી ખુબ જ મોટા પ્રમાણમાં વધે છે. એકસ-રે : પ્યોર કોલેસ્ટેરોલ તથા પ્યોર પીગમેન્ટ પથરી અપારદર્શક હોવાથી પેટના એકસ-રેમાં દેખાતી નથી. જો તેમાં કેલ્શિયમ (ચુનો) ભળેલો હોય તો તેટલાં પ્રમાણમાં દેખાય છે. જો કે, મોટાભાગની પથરી મિકસ પ્રકારની હોય છે. છતાં માત્ર ૧૦ થી ૧પ ટકા જ પથરી એકસ-રે દ્વારા જોઈ શકાય છે. મુત્રપિંડની પંથરીના પ્રમાણમાં આ પથરી ઝાંખી દેખાય છે. પીત્તની પથરી ગોળ , ઝંખી (ફેઈન્ટલી ઓપેક) અને ફરતી ઘટ્ટ કેલ્શિયમની ધાર (રીમ) વાળી હોય છે. ઓરલ સિસ્ટોગ્રાફી નામની ખાસ તપાસ દ્વારા લગભગ પ૦ ટકા કેસોમાં પથરી જોવા મળે છે. ઈન્ટ્રાવિનસ કોલેન્જીઓગ્રાફી દ્વારા પીત્ત કોથળીના વધુ રોગોની માહિતીમ ળે છે. સોનોગ્રાફી ઘણી મદદરૂપ થઈ શકે છે. ઉપદ્રવો : કોમ્પ્લીકેશન્સ) : પીત્તની કોથળીમાં રહેલી પથરીઓ મોટેભાગે શાંત (સાયલન્સ) હોય છે. અને જો તે પીત્તનળીમાં આવે તો જ લક્ષણો કે ઉપદ્રવ કરે છે. તીવ્ર કે મંદ સોજો પીત્તકોથળીમાં આવી જાય છે. તીવ્ર સોજો આપમેળે મટી જાય છે. અને પાછો ફરીફરીને ઉથલો મારે છે. ઘણીવાર તીવ્ર સોજો વધે છે. અને ખતરનાક ઉપદ્રવો જેવા કે, એમ્પાયમાં કપસથવું), પીત્તકોથળીનું સડી જવું. (ગેન્ગરીનસ કોલીસિસ્ટાઈટીસ) કે આંત્રઆવરનું ફાટી જવું (પરફોરેશન) ઘણીવાર પથરી નળીમાં પડી રહે છે. અથવા કાણું પાડે છે. ઘણીવાર વારંવાર કમળો (ઓબસ્ટ્રકટીવ ટાઈપ) ઉત્પન્ન થાય છે. જે મટે છે અને ફરીફરીને થાય છે. ઘણીવાર લીવર (યકૃત)માં ચાંદુ પાડે છે. સારવાર :- બહુ જ ઓછા કેસોમાં આવી પથરીઓ (જે મોટાભાગે શાંત હોય છે.) પાછળથી ચિન્હો ઉત્પન્ન કરે છે. તેથી શસ્ત્રક્રિયાની ભલામણ નથી કરવામાં આવતી. જે કેસોમાં રોગના લક્ષણો હોય અને પથરી છે તેમ સાબિત થાય તેમાં પથરી કાઢી નાખવાની શસ્ત્રક્રિયા કરાય છે. (કોલીસિસ્ટેકટોમી) જયારે મોટી ઉંમર, હૃદયરોગ વગેરેને કારણે ઓપરેશન થઈ શકે તેમ ના હોય ત્યારે મેડીકલ લાઈન ઓફ ટ્રીટમેન્ટ અપાય છે. જેનો મુખ્ય હેતુ તીવ્ર હુમલો કાબુમાં લેવો, વારંવાર થતા હુમલા અટકાવવા અને ઉપદ્રવોની સારવાર કરવી તે છે. તીવ્ર હુમલામાં એન્ટીસ્પાઝમોડીક તથા એનાલ્ઝેસીફ ગ્રુપના દવાઓ અથવા ઈન્જેકશનો અપાય છે. જેની સાથે પેથેડીન કે મોરક્રીન આપવાથી ફાયદો વધુ જોવા મળે છે. લેપ્રોસ્કોપીના આગમનથી ઓપરેશન સહેલુ બન્યું છે. ચરબીવાળો ખોરાક જેવા કે, ઈંડા, તળેલા ખોરાક, ચીઝ તથા દારૂ બંધ કરવા જોઈએ.ે કારણ કે, તેથી તીવ્ર હુમલો આવી શકે છે. કાર્બોદિત તથા નત્રલ (પ્રોટીન) પદાર્થોવાળો ખોરાક લેવા જોઈએ. વધુ પડતું વજન કે સ્થુળકાયા હોય તો વજન માપસર કરવું જો કે, જરૂર કરતાં વધુ પડતું વજન ઘટાડી નાખવાથી તીવ્ર હુમલો આવી શકે. ચિનોડીઓકસીકોલીક એસીડ નામની નવી દવાથી કોલેસ્ટીરોલ નામની પથરી લગભગ પચાસ ટકા કેસોમાં કદમાં ઘટે છે. અથવા અગોળી જાય છે.
જે લગભગ દરરોજ ૧ થી ર ગ્રામ અપાય છે. આ દવાથી આડઅસરરૂપે ઝાડા થઈ જાય છે.

Translate »
%d bloggers like this: