પ્રકૃતિ, પર્યાવરણ અને પ્રવાસનનો ત્રિવેણી સંગમ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી

પ્રકૃતિ, પર્યાવરણ અને પ્રવાસનનો ત્રિવેણી સંગમ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનેલા પ્રોજેક્ટ હવે સોલારથી ચાલશે.
એકતા નર્સરી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, ચિલ્ડ્રન ન્યુટ્રીસશન પાર્ક આ બધા પ્રોજેક્ટ સોલાર એનર્જીથી ચાલશે.
આ સોલાર પેનલમાંથી 1345 કિલો વોટ વીજળી ઉત્પન્ન થશે.


રાજપીપળા, તા.21
વિશ્વની 182 મીટરની સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા ખાતે બનાવવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ એક દિવસમાં 30 થી 35 હજાર પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા લગભગ 30 જેટલા નવા પ્રોજેક્ટ બની રહ્યા છે. જેમાં હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ એકતા નર્સરી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, ચિલ્ડ્રન ન્યુટીસન પાર્ક વગેરેની મુલાકાત પણ લીધી હતી. જેમાં હવે આ બધા પ્રોજેક્ટ સોલાર એનર્જીથી ચાલશે. આ બધા પ્રોજેક્ટ માં જે વીજળીનો ઉપયોગ પેનલ દ્વારા કરવામાં આવશે આ સોલાર પેનલ માંથી 1345 કિલો વોટ વીજળી ઉત્પન્ન થશે. અહીં પ્રકૃતિ, પર્યાવરણ અને પ્રવાસન આ ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે. ત્યારે અહીં બંને રહેલા પ્રોજેક્ટની ની આજુબાજુમાં સોલાર પ્લેટ લગાવવામાં આવશે જેના દ્વારા પ્રોજેક્ટ અને વીજળી મળશે અને તેના દ્વારા ચાલશે જેમાં સોલાર પેનલ માંથી ઉત્પન્ન થતા 1345 કિલોવોટ ને અલગ વિભાગમાં વહેંચવામાં આવશે. જેમાં ચિલ્ડ્રન પાર્ક માં 250 વોટ, જંગલ સફારી માં 900 વોટ, રિવર રાફ્ટિંગ માં 20 વોટ, રેવા ભવનમાં 35 વોટ, એન સર્કિટહાઉસ ખાતે 40 વોટ એમ દરેક પ્રોજેક્ટ માં વિભાજિત કરી દેવામાં આવ્યું છે. સોલાર પેનલ માંથી વીજળીનો વપરાશ થશે તો લગભગ 3 થી 4 રૂપિયાનો ખર્ચ જ લાગશે એટલે વીજળી ઉત્પાદન માં ખર્ચ ઓછો થશે અને વીજળીનો ઉપયોગ વધુ થશે.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: