દરોદ અને ચામરડી ને જોડતો રસ્તો પાંચ સાત વર્ષથી બિસ્માર હાલતમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં વાહનચાલકોની મુશ્કેલી જે સે થે એસ.ટી.બસ પણ ગામમાં ન આવી શકતા એક ગામમાંથી બીજા ગામમાં જવા માગતા મુસાફરોને અને ગ્રામજનોને મુશ્કેલી ઊભી થવા પામી

દરોદ અને ચામરડી ને જોડતો રસ્તો પાંચ સાત વર્ષથી બિસ્માર હાલતમાં

અનેક વખત રજૂઆતો કરવા છતાં વાહનચાલકોની મુશ્કેલી જે સે થે

એસ.ટી.બસ પણ ગામમાં ન આવી શકતા એક ગામમાંથી બીજા ગામમાં જવા માગતા મુસાફરોને અને ગ્રામજનોને મુશ્કેલી ઊભી થવા પામી

લીંબડી ધંધુકા ને જોડતો રોડ અત્યંત બિસ્માર બની જવા પામ્યો છે, ચુડા તાલુકાના દરોદ અને ચામરડી ગામને જોડતો રસ્તો અંદાજે પાંચ સાત વર્ષથી બિસ્માર હાલતમાં રહેતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ આ રોડ અત્યંત બિસ્માર હોવાથી અનેક જગ્યાએ તૂટી ગયો છે, તેવામાં ચોમાસાની ઋતુમાં આ રોડની હાલત ખૂબ જ ખરાબ થઈ જતા વાહનચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે, ત્યારે ગ્રામજનોના મતે બિસ્માર રોડ ના કારણે એસ.ટી.બસ પણ ગામમાં ન આવી શકતા એક ગામમાંથી બીજા ગામમાં જવા માગતા મુસાફરોને અને ગ્રામજનોને મુશ્કેલી ઊભી થવા પામી છે. બિસ્માર રોડ બાબતે અગાઉ તંત્રમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં બિસ્માર બનેલ રોડનું સમારકામ હાથ ધરવામાં ન આવતા આ પંથકના લોકોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી ઊભી થવા પામી છે, આથી આ બિસ્માર રોડનું ઝડપથી સમારકામ હાથ ધરીને ગ્રામજનો અને વાહનચાલકોને પડતી મુશ્કેલી દૂર કરવાની માંગ ઉથી છે.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: