શનિવારી અમાસ, ભાદરવી અમાસ અને શ્રાદ્ધના છેલ્લા દિવસે ચાણોદ પોઇચા કરનારી કુબેર ભંડારી મંદિર સહિત નર્મદામાં શ્રાદ્ધ કર્મ યોજાયું

શનિવારી અમાસ, ભાદરવી અમાસ અને શ્રાદ્ધના છેલ્લા દિવસે ચાણોદ પોઇચા કરનારી કુબેર ભંડારી મંદિર સહિત નર્મદામાં શ્રાદ્ધ કર્મ યોજાયું રાજપીપળામાં સર્વ પિતૃ શ્રાદ્ધ પણ યોજાયું.

કુબેર ભંડારી ખાતે શનિ અમાસે ભક્તોનો માનવ મહેરામણ ઊમટયો,

શ્રાદ્ધના છેલ્લા દિવસે હજારો શ્રદ્ધાળુઓએ પિતૃતર્પણ અને શ્રાદ્ધકર્મ કર્યું 20 વર્ષ બાદ સર્વપિતૃ મોક્ષ અને શનિ અમાસ નો અનોખો યોગ યોજાયો.

હજારો શ્રધ્ધાળુ નર્મદા સ્નાન.

રાજપીપળા, તા 28

આજે ભાદરવા માસના છેલ્લા દિવસે અને શ્રાદ્ધ નો છેલ્લો દિવસ હોવા ઉપરાંત શનિ અમાસ હોવાથી આજે શ્રાવણના છેલ્લા દિવસે ચાણોદ પોઇચા કરનારી કુબેર ભંડારી મંદિર સહિત નર્મદામાં વિવિધ ગામોમાં પણ શ્રાદ્ધ કર્મ યોજાયું હતું, રાજપીપળામાં સર્વપિતૃ શ્રાદ્ધ પણ યોજાયું હતું

કુબેરભંડારી ખાતે શનિ અમાસે ભક્તોનો માનવ મહેરામણ ઉમટયો હતો સવારથી જ ભક્તોની ભીડ જામી હતી કરનારી ખાતે નર્મદાના ત્રિવેણી સંગમ જયા ઓરસંગ અને નર્મદા નદી મળે છે ત્યાં ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તેમજ દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભકતો શ્રાદ્ધવિધિ અને પિતૃતર્પણ વિધિ કરવા ઉમટી પડ્યા હતા.
એ ઉપરાંત નર્મદા જિલ્લામાં નર્મદા કિનારે આવેલા વિવિધ આશ્રમો નાની મોટી પનોતી, ગરુડેશ્વર દત્ત મંદિર બદ્રિકાશ્રમ ખાતે પણ લોકો મોટી સંખ્યામાં શ્રાદ્ધ કરવા ઉમટી પડ્યા હતા પંડિતોના જણાવ્યા અનુસાર ૨૦ વર્ષ બાદ સર્વ પિતૃ મોક્ષ અને શનિ અમાસનો અનોખો યોગ યોજાયો હતો.આ દિવસે શ્રાદ્ધ કરવાથી ફળદાયક મનાય છે અહીં વિધિપૂર્વક વિધિ કરવાથી પિંડદાન કરવાથી પિતૃઓના આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે. અને ઘરમાં સુખ-શાંતિનો અનુભવ થાય છે આજે હજારો લોકોએ નર્મદા સ્નાન કરી ધન્યતા અનુભવી છે

રિપોર્ટ: જ્યોતિ જગતાપ રાજપીપળા

 

નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો અમારી દરેક અપડેટ આપના મોબાઈલ પર

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે અહીં ક્લિક કરો

Translate »
%d bloggers like this: