સોમનાથ મંદિરમાં ૮ જૂન થી કરી શકાશે દર્શન, જાણો કોણ કોણ દર્શન કરી શકશે અને કોણ નહી.

 

ગીર સોમનાથ : સોમનાથ મંદિર મા ૮ જૂન થી મંદિર ખૂલવાની અટકળો તેજ થાય સુકી છે લગભગ ૮ જૂન થી મંદિર મા બિરાજમાન દેવો ના દેવ મહાદેવ ના દર્શન કરી શકશે.સોમનાથ મંદિર મા ૬૫ વર્ષ થી ઉપર ના અને ૧૦ વર્ષ થી નાની ઉંમર ના બાળકો ને મંદિર મા પ્રવેશ આપવા મા આવશે નહીં.મંદિર મા દર્શનાર્થી મહાદેવ ના દર્શન ઉપરાંત મંદિર મા દંડવત્ પ્રણામ કે ઘંટ વગાડી શકશે નહીં.

 


મંદિર મા દર્શન કરવા જતાં દર્શનાર્થી મંદિર મા ફૂલ, ગંગાજળ,કે બીલીપત્રો મંદિર મા લઇ જય નહિ શકે.એક કલાક મા ૩૦૦ લોકો દર્શન કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

 


સોમનાથ મંદિરમાં દર્શનાર્થે આવતા લોકો ને મંદિર રેલીંગ સહીત કોઈ પણ વસ્તુ ના અડે એવી ચુસના આપવા મા આવી છે.મંદિર પ્રવેશ પૂર્વે માસ્ક, સેનેટાઈઝેર, ડિસ્ટન્સ નું ફરજીયાત પાલન કરવા નું રહેશે.

રિપોર્ટર : જીતુ એન રાઠોડ

Translate »
%d bloggers like this: