૨૨ કિલો ગાંજા સાથે નારીગામે રહેણાંકી મકાનેથી એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

૨૨ કિલો ગાંજા સાથે નારીગામે રહેણાંકી મકાનેથી એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશન અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગેની એક ખાસ ડ્રાઇવનું આયોજન ચાલી રહેલ છે.

જે અનુસંધાને ભાવનગર રેન્જના ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના *પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબની રાહબરી નીચે પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.એસ.ત્રિવેદી સાથે* એસ.ઓ.જી.ના પોલીસ સ્ટાફે નારીગામેથી *હસમુખભાઇ કરશનભાઇ મોરડીયા ઉ.વ.૫૦ રહેવાસી ઝાળી ફળીયુ, રાંદલમાની દેરી પાસે નારીગામ તા.જી. ભાવનગર વાળાના* રહેણાંકી મકાને મોડી રાત્રીના નાર્કોટીક્સ અંગે રેઇડ કરતા મજકુરના રહેણાંકી મકાનેથી માદક પદાર્થ ગાંજો વજન ૨૧.૪૨૦ કિલો ગ્રામ કિ.રૂ|. ૧,૨૮,૫૨૦/- નો કબ્જે કરવામાં આવેલ છે. મજકુર આરોપી સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી આરોપી સામે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદીએ ફરિયાદ આપી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્પે આકટરશ્રી એસ.એન.બારોટ સાહેબની રાહબરી નીચે પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી તથા એસ.ઓ.જી. સ્ટાફના બલવિરસિંહ જાડેજા તથા જગદીશભાઇ મારૂ તથા વિજયસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. ચંદ્રસિંહ વાળા તથા હારીતસિંહ ચૌહાણ તથા શરદભાઇ ભટ્ટ તથા બાવકુદાન ગઢવી તથા ડ્રાઇવર મહેન્દ્રસિંહ ગોહિલ તથા પરેશભાઇ પટેલ જોડાયા હતા.

Translate »
%d bloggers like this: