સિવિલના સર્જીકલ વોર્ડમાં પીઓપીની છત  તૂટી પડતા  દર્દીઓમાં ફફડાટ દોડધામ

રાજપીપળા સિવિલના સર્જીકલ વોર્ડમાં પીઓપીની છત  તૂટી પડતા  દર્દીઓમાં ફફડાટ દોડધામ 
રાજપીપળા : તા 24
નર્મદા જિલ્લાની એક માત્ર મોટી રાજપીપળા ની સિવિલ હોસ્પિટલ માંઆજે  અચાનક સર્જીકલ પુરુષ વોર્ડનું પી.ઓ.પી.છત પર થી નીચે તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી .જેના કારણે આ રૂમમાં દાખલ દસેક દર્દીઓમાં ફફડી ઉઠ્યા હતા . સદસીબે આ ઘટના બનીત્યારે  દાખલથયેલા  દર્દીઓ નાહવા ધોવા અને ચા પાણી કરવા બહાર નીકળ્યા હતા તેથી  કોઈને ઇજા થઈ ન હતી પરંતુ જો આ ઘટના બે ત્રણ કલાક વહેલા બની હોત તો દાખલ દર્દીઓ અને સાથે રહેલા સંબંધીઓ ઈજાગ્રસ્ત થયા હોત તો ત્યાંજ દાખલ કરવાનો વારો આવી શકત .ઘટનાની જાણ થતાંજ વોર્ડ ની બહાર ગયેલા દર્દીઓમાં ફફડાટ ફેલાયો હતો 
અત્રે ઉલ્લેખનીય છે કે 
 ઘણા વર્ષો પહેલા એનએબીએચ ની ગ્રાન્ટ માંથી આ હોસ્પિટલમાં ઘણા કામો થયા હતા એ દરમિયાન અહીંયા પીઓપી થયું હતું .
સિવિલ સર્જન ર્ડો.જ્યોતિ ગુપ્તા એ જણાવ્યું હતુ કે કે ઘટના બાદ અમે પીઆઈયુ ટિમ બોલાવી અન્ય કોઈ ભાગ જોખમી લાગે તો તાત્કાલિક દૂર કરવા જણાવ્યું છે અને આ ઘટના માં કોઈ દર્દીને ઇજા થઈ નથી અમે તકેદારી બાબતે ના પગલાં લીધા છે .
તસવીર : જ્યોતિ  જગતાપ , રાજપીપળા
Translate »
%d bloggers like this: