સીનીયર સીટીઝન (B.P.L) લાભાર્થીઓને સાધન સહાય

 સીનીયર સીટીઝન (B.P.L) લાભાર્થીઓને સાધન સહાય માટે 

        એસેસમેન્ટ કેમ્પના આયોજન અંગે આજે બેઠક યોજાશે

રાજપીપલા, બુધવાર ;– કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટ તરીકે નર્મદા જિલ્લાની કરાયેલી ઘોષણા અનવ્યે નર્મદા જિલ્લામાં સામાજીક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ જિલ્લામાં અમલી યોજનાઓનો બે તબક્કામાં અમલ કરાનાર છે.

તદ્દઅનુસાર, નર્મદા જિલ્લામાં પ્રથમ તબક્કામાં કેમ્પ માટેના સ્થળો નક્કી કરી એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવાની સાથે સીનીયર સીટીઝન (B.P.L) કેટેગરીમાં આવતા લાભાર્થીઓની વિગતો એકત્રિકરણ માટે તેમજ બીજા તબક્કામાં એઈડસ અને આસિસ્ટીવ ઉપકરણોનું વિતરણ કરવાનુ હોઇ, ઉક્ત બાબતે જિલ્લામાં કેમ્પની તારીખો નક્કી કરવા અંગે જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલના અધ્યક્ષપદે તા. ૨૨ મી ઓગષ્ટ, ૨૦૧૯ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે  રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાનાર છે, જેની સંબધકર્તાઓએ નોંધ લઇ જરૂરી વિગતો સાથે ઉક્ત બેઠકમાં હાજર રહેવા નિવાસી અધિક કલેક્ટરશ્રી નર્મદા-રાજપીપલા તરફથી જણાવાયું છે

અમારી દરેક અપડેટ મેળવવામાટે નીચેના બેલ આઇકોનપર ક્લિક કરી નોટીફીકેશન ઓન કરો

Translate »
%d bloggers like this: