સિહોર તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા આજ રોજ સાંજના 5:00 કલાકે સિહોર મામલતદાર કચેરી ખાતે “આવેદનપત્ર” આપવામા આવ્યું

સિહોર તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા આજ રોજ સાંજના 5:00 કલાકે સિહોર મામલતદાર કચેરી ખાતે “આવેદનપત્ર” આપવામા આવ્યું 

● સવિનય જય ભારત સાથ આપ સૌવ સ્નેહી પ્રેસ, મીડિયા, પત્રકાર મિત્રો ખૂબ જ આદર ભાવ સાથે જણાવવાનું કે, અમારા કોળી સમાજના યુવા આગેવાનશ્રી તેમજ જાગૃત પત્રકાર…મિત્ર
*-શ્રી રસિકભાઈ ચાવડા*
*-મૂળ ગામ – ઉના*
*-જિલ્લો – ગીર સોમનાથ*
જેવો એક જાગૃત નાગરિકની સાથે અમારા કોળી સમાજના ઉભરતા યુવા આગેવાન પણ છે

*શ્રી રસિકભાઈ ચાવડા* અગાવ *ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે રોડ* માં નબળી ગુણવત્તા વાળું મટ્રીયલ્સ વાપરનાર અને સરકારી નાણાંનો દૂર ઉપયોગ કરનાર જવાબદાર એજેન્સી (કોન્ટ્રાક્ટર) વિરુદ્ધ લેખિત ફરિયાદ કરેલ હતી, જેની અંગત દાજ રાખી *શ્રી રસિકભાઈ ચાવડા* ને જવાબદાર અધિકારી અને એજેન્સી દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવાના ષડયંત્રો કરી સ્થાનિક પોલીસ મથકે ખોટી ફરિયાદ કરેલ છે જેના કારણે હાલ *શ્રી રસિકભાઈ ચાવડા* ના જીવનું જોખમ વધી રહ્યું હોવાથી તાત્કાલિક અસરથી જવાબદાર અધિકારીઓ અને એજેન્સી વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે આજ રોજ અમો સિહોર તાલુકા સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા બહોળી સંખ્યામાં *સાંજે ૫:૦૦* કલાકે *સિહોર શ્રી મામલતદાર કચેરી* ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

લિ. સિહોર તાલુકા સમસ્ત કોળી સમાજ…

Translate »
%d bloggers like this: