સિહોરમાં 21 દિવસના લોકડાઉનનું આજથી ચુસ્તપણે પાલન કરાયું

કાલ રાત્રીએ વડાપ્રધાનની 21 દિવસની કોરોના અંગે લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલી જેના સંદર્ભે આજ રોજ સિહોરમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત અને હોમગાર્ડ જવાનો તૈનાત કરી દેવામાં આવેલા હતા.

જોકે જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે એકલ દોકલ લોકોને જવા સમયમર્યાદામાં લોકડાઉનનું પાલન કરવામાં આવેલું હતું. અને પોલીસ જવાનો દ્વારા લોકોને મોઢે રૂમાલ કે માસ્ક પહેરી જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા માટે નીકળવું તેવી પણ અપીલ કરવામાં આવી.

સિહોરના વડલા ચોક, મેઈન બજાર,શાક માર્કેટ, બસસ્ટેન્ડ, મુસાફરી બંગલો વગેરે સ્થળોએ પોલીસનો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને લોકોને ખોટી બહાર ન નીકળવા માટે સૂચનો પણ કરવામાં આવ્યા હતા. અને પોલીસ અને પ્રેસમીડિયા ટિમ દ્વારા લોકોને લોકડાઉન પાલન કરવા જાહેર અપીલ કરી જણાવાયું.

Translate »
%d bloggers like this: