સિહોરના વાળાવડ ગામે રબારી સમાજનો આઠમો સમૂહ લગ્ન સમારંભ યોજાયો.

સિહોરના વાળાવડ ગામે રબારી સમાજનો આઠમો સમૂહ લગ્ન સમારંભ યોજાયો

તા.26/01/20 ના રોજ સિહોરના વાળાવડ ગામે રબારી સમાજનો આઠમો સમૂહ લગ્ન સમારંભ યોજાયો જેમાં ૪૨ દંપતિઓએ પ્રભુતના પગલાં પાડી લગ્નગ્રંથિઓથી જોડાયા.


આ સમારંભમાં નવદંપતીને આશિર્વાદ આપવા સમસ્ત રબારી સમાજના ધર્મગુરુ ૧૦૦૮ મહામંડલેશ્વર કણીરામ બાપુ, દુધરેજ વડવાળાદેવના કોઠારી સ્વામી, બાવલીયારીના આપા નગાલખાબાપુ, વાંકીયા આશ્રમના રઘુનંદનદાસ બાપુ, મોંઘીબાની જગ્યાના મહંત, ગૌતમેશ્વર મંદિરના મહંત, દાનેવ આશ્રમના મહંત, જૂનાગઢ સૂર્યમંદિરના મહંત, કરવાની ગોગા આશ્રમની જગ્યાના મહંત, કદંબગીરી આપા સાલા સુરા જગ્યાના મહંત વગેરે સાધુ સંતો હાજર રહ્યા હતા.


તેમજ ગુજરાત વિરોધ પક્ષના પરેશ ધાનાણી, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, મેહુરભાઈ લવતુકા, બોટાદ દૂધ ઉત્પાદક મંડળી ના ચેરમેન ભોળાભાઈ રબારી, અમરશીભાઈ વગેરે આગેવાનો તેમજ અલગ અલગ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Translate »
%d bloggers like this: